28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

મ્યાનમાર અને થાઈલેન્ડમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ…પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી


થાઇલૅન્ડ અને મ્યાનમારમાં શુક્રવારે બપોરે 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો… જેના કારણે લોકોમાં ગભરાટ અને શહેરની ઈમારતોને ભારે નુકસાન થયું હતું. બૅંગકૉકમાં બાંધકામ હેઠળની એક બહુમાળી ઇમારત ભૂકંપને કારણે ધરાશાયી થઈ ગઇ હતી..

મ્યાનમારમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે મંડલે મસ્જિદમાં 20 લોકોના મોત થયા હતા.. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભૂકંપના તીવ્ર આંચકાને કારણે મ્યાનમારના મંડલેમાં એક મસ્જિદ સંપૂર્ણપણે નાશ પામી..જ્યારે ઘટના બની ત્યારે મસ્જિદની અંદર ઘણા લોકો હાજર હતા. એક અહેવાલ મુજબ મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 25 લોકોનાં મોત થયા હતા. મ્યાનમારના ટુંગૂમાં પણ 5 લોકોનાં મોત થયા હતાં.. જ્યારે થાઇલેન્ડમાં આવેલા ભૂકંપને કારણે બેંગકોકમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા.. આ સમયગાળામાં 43 લોકો ગુમ થયા હતા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી હતી…અને સંકટની ઘડીમાં અસરગ્રસ્ત દેશો સાથે ભારતની સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરી. પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું, “હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારતે શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવાનું વચન આપ્યું છે. ભારતીય અધિકારીઓને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદેશ મંત્રાલયને પણ મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.”

મ્યાનમારના મંડાલયમાં તેમજ ભૂતપૂર્વ શાહી મહેલ સહિત ઐતિહાસિક સ્થળોને ભારે નુકસાની થઇ હતી…થાઇલેન્ડના ડીઝાસ્ટર પ્રીવેન્શન ડીપાર્ટમેન્ટ ઓફ ડીઝાસ્ટર પ્રિવેન્શનએ પુષ્ટી આપતા કહ્યું કે દેશના લગભગ તમામ પ્રદેશોમાં ભૂકંપ અનુભવાયા હતા..વડાપ્રધાન પેટોંગટાર્ન શિનાવાત્રાએ ભૂંકપની અસરનું મૂલ્યાંકન કરવા અને પ્રતિભાવ પ્રયાસોનું સંકલન કરવા માટે ઇમરજન્સી બેઠક બોલાવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -