અમદાવાદ : નારોલ પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રૂ.1500ની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો અનાર્મ હેડ કોન્સ્ટેબલ રૂપિયા 1,500ની લાંચ લેતા ઝડપાયો હતો..દારૂના ખોટા કેસમાં ધમકી આપીને આરોપી વનરાજસિંહ વાળાએ રૂપિયા એક હજાર પાંચસોની લાંચ માંગી હતી…જો કે ફરિયાદીએ આશરે ચારેક મહિનાથી દારૂનો ધંધો બંધ કરી દીધો હતો..તેમ છતા આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા 2,500ની લાંચની માંગણી કરી હતી..
જો કે આરોપીએ ફરિયાદી પાસેથી એક હજાર રૂપિયા લઇ લીધા હતા..અને બાકીના એક હજાર પાંચસો આજે આપવાનો વાયદો કર્યો હતો..પરંતુ એસીબીએ ટ્રેપ ગોઠવીને આરોપી વનરાજસિંહ વલકુભાઇ વાળાનેરંગે હાથ ઝડપી પાડયો હતો.. ACBની ટીમે નારોલમાં શાહવાડી રોડ… શ્યામ ઈન્ડસ્ટ્રી…ફરિયાદીની દુકાન પાસે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદી પાસેથી રૂ.1,500 ની લાંચ લેતા વનરાજસિંહ ઝડપાઈ ગયો હતો.
- Advertisement -
- Advertisement -