28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

92 વર્ષમાં પ્રથમ વખત ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં મહિલા અધિકારીઓને તાલીમ, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ થયો ફેરફાર


સુપ્રીમ કોર્ટના ત્રણ વર્ષ પહેલાના મોટા નિર્ણય બાદ 92 વર્ષમાં પ્રથમ વખતની ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં મહિલા અધિકારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવશે. મહિલા અધિકારીઓની પ્રથમ બેચ જુલાઈ 2025માં જ નેશનલ ડિફેન્સ એકેડમી ખડગવાસલામાંથી સ્નાતક થવા જઈ રહી છે. આ પછી મહિલા અધિકારીઓને ત્રણેય સેનાની અલગ-અલગ સંસ્થાઓમાં અલગ-અલગ તાલીમ માટે મોકલવામાં આવશે. IMAએ પણ હવે મહિલા અધિકારીઓ માટે તેના દરવાજા ખોલી દીધા છે.. અને તેમને તાલીમ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

NDAમાં છેલ્લા તબક્કાની તાલીમ લઈ રહેલી કુલ 18 મહિલાઓમાંથી 8એ તેમના વિકલ્પ તરીકે આર્મીને પસંદ કરી છે. આ મહિલા અધિકારીઓને IMAમાં એક વર્ષની ટ્રેનિંગ આપવામાં આવશે અને ત્યારબાદ તેઓને કમિશન કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે મહિલા અધિકારીઓની પ્રથમ બેચ મે મહિનામાં જ NDA પાસ કરશે. આ મહિલાઓ ઓગસ્ટ 2022માં NDAમાં જોડાઈ હતી.

હાલમાં NDAમાં 126 મહિલા અધિકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. 92 વર્ષમાં આ પ્રથમ વખત છે… જ્યારે અહીં મહિલા અધિકારીઓને તાલીમ આપવામાં આવશે. હાલમાં IMAમાં જ મહિલાઓને તાલીમ આપવામાં આવતી નથી. ઓગસ્ટ 2021માં જ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે,, મહિલાઓ પણ NDA પરીક્ષામાં બેસીને સેનામાં ઓફિસર બની શકે છે. અગાઉ કેટલીક પસંદગીની શાખાઓમાં જ મહિલાઓને શોર્ટ સર્વિસ કમિશન હેઠળ રાખવામાં આવતી હતી.

એક અધિકારીએ જણાવ્યું કે,, IMAમાં મહિલા કેડેટ્સના રહેવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે…સાથે જ મહિલાઓ અને પુરૂષોની તાલીમ એકસાથે લેવામાં આવશે. IMA અધિકારીઓએ તૈયારી માટે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી ચેન્નાઈ અને એરફોર્સ એકેડેમી દુંદિલ અને નેવલ એકેડમીની મુલાકાત લીધી હતી…અધિકારીએ કહ્યું કે જે રીતે મહિલા અધિકારીઓને 30 વર્ષથી OTAમાં તાલીમ આપવામાં આવી રહી છે.. તેવી જ વ્યવસ્થા IMAમાં પણ કરવામાં આવશે.

UPSC દર વર્ષે NDA પરીક્ષાનું આયોજન કરે છે. 12મા ધોરણમાં અભ્યાસ કરતા અથવા પાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસી શકે છે. પાસ થયા બાદ તેઓએ 6 દિવસ SSB ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે…ત્યારબાદ પસંદ થનારની તબીબી તપાસ કરવામાં આવે છે. મેરિટ લિસ્ટ બાદ પ્રથમ ત્રણ વર્ષની તાલીમ NDAમાં જ થાય છે. આ પછી અલગ-અલગ આર્મી એકેડમીમાં એક વર્ષની ટ્રેનિંગ આપવામાં આવે છે. બે વર્ષ પહેલા મહિલાઓને કમાન્ડ રોલ આપવાના આદેશ બાદ ઓછામાં ઓછી 145 મહિલાઓને કર્નલ બનાવવામાં આવી છે. તેમાંથી 115 પાસે યુનિટની કમાન્ડ છે…


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -