35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

પ્રખ્યાત હિન્દી લેખક વિનોદ કુમાર શુક્લાને 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર મળશે, છત્તીસગઢના મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા


પ્રખ્યાત હિન્દી લેખક વિનોદ કુમાર શુક્લાને 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ભારતના સૌથી મોટા સાહિત્યિક સન્માન માટે શનિવારે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કાર મેળવનારા તેઓ 12મા હિન્દી લેખક છે. 88 વર્ષીય વિનોદ કુમાર શુક્લા હિન્દી ભાષાના મહાન સમકાલીન લેખકોમાંના એક, ટૂંકી વાર્તા લેખક, કવિ અને નિબંધકાર તરીકે જાણીતા છે.

 ‘દિવાલમાં એક બારી હતી’ પ્રખ્યાત નવલકથા

આ સન્માન તેમને હિન્દી સાહિત્ય, સર્જનાત્મકતા અને અનોખી લેખન શૈલીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવી રહ્યું છે.1961 માં શરૂ કરાયેલી જ્ઞાનપીઠ પુરસ્કારમાં રૂપિયા 11 લાખનું રોકડ ઇનામ, વિદ્યાની હિન્દુ દેવી સરસ્વતીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. પહેલો જ્ઞાનપીઠ પુરસ્કાર 1965માં મલયાલમ કવિ જી. શંકરા કુરુપને તેમના કાવ્યસંગ્રહ ઓડક્કુઝલ (વાંસળી) માટે આપવામાં આવ્યો હતો.. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

પોતાના અનોખા ભાષાકીય લેખન અને ભાવનાત્મક ઊંડાણ માટે જાણીતા વિનોદ કુમાર શુક્લાને 1999માં તેમના પુસ્તક ‘દીવાર મેં એક ખિડકી રહેતે થી’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં 1979માં લખાયેલી તેમની નવલકથા ‘નૌકર કી કમીઝ’નો સમાવેશ થાય છે. ફિલ્મ નિર્દેશક મણિ કૌલે આના પર એક ફિલ્મ બનાવી. વિનોદ કુમાર શુક્લાએ કવિતા પર પણ લખ્યું. તેમનો કાવ્યસંગ્રહ “સબ કુછ હોના બચા રહેગા” 1992 ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -