ગાંધીનગર : આરટીઓ ઇન્સ્પેક્ટર અને મળતિયો રૂ.1000ની લાંચ લેતા ઝડપાયા

ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ લાંચીયા લોકો ACBના છટકામાં આવી રહ્યા છે. ગાંધીનગર આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા ઇન્સ્પેકટર અને તેના મળતિયાને રૂપિયા એક હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા..ગાંધીનગરની આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારો પાસેથી ઓનલાઈન કામગીરી માટે આર.ટી.ઓ કચેરીના અધિકારી-કર્મચારીઓ દ્વારા રૂપિયા 100 થી રૂ.1000 સુધીની માંગણી કરવામાં આવે છે. જેના આધારે વોચ ગોઠવીને ડિકોયરનો સહકાર મેળવી લાંચના છટકાનું આયોજન કર્યુ હતું.
ડીકોયર એજન્ટની કામગીરી કરતા હોય તેમના અસીલોના બે કોમર્શિયલ વાહનોનો આજીવન ટેક્સ ભરવા માટે આર.ટી.ઓ કચેરી ખાતે ઓનલાઈન કામગીરી માટે આરટીઓ ઈન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જામસિંહ પરમારને મળતા તેમણે દિપેનભાઈ ઉર્ફે ચિન્ટુ જીતેન્દ્રભાઇ રામીને મળવાનું કહ્યું હતું. ડીકોયર દિપેનભાઈ ઉર્ફે ચિન્ટુ જીતેન્દ્રભાઇ રામીને મળતાં તેઓએ કરેક્શન ફોર્મમાં સહી કરી હતી…ત્યારબાદ આરટીઓ ઈન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જામસિંહ પરમાર પાસે મોકલ્યા હતા. આરટીઓ ઈન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જામસિંહ પરમારે પણ કરેક્શન ફોર્મમાં સહી કરી હતી…અને દિપેનભાઈ રામીએ આ કામ પેટે રૂપિયા 1000 ની માંગણી કરી હતી.જો કે લાંચ સ્વીકારતા બન્ને આરોપીઓને ઘટના સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા હતા..
- Advertisement -
- Advertisement -