નવાઝ શરીફના પુત્ર હસન નવાઝ લંડનમાં નાદાર જાહેર, 10 મિલિયન પાઉન્ડનો ટેક્સ બાકી છે

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્ર હસન નવાઝને લંડન પ્રશાસને નાદાર જાહેર કર્યા છે. આ નિર્ણય આવતા મહિનાથી લાગુ થવા જઈ રહ્યો છે.. જ્યારે હસન નવાઝ સામે નાદારીની કાર્યવાહી શરૂ થઈ શકે છે. લંડનના આવકવેરા વિભાગે તેમના પર લગભગ 10 મિલિયન પાઉન્ડ એટલે આશરે રૂપિયા 1,12,13,64,000નો ટેક્સ બાકી હોવાનો આરોપ મૂક્યો છે.
લંડન પ્રશાસનના સત્તાવાર ગેઝેટમાં જણાવવામાં આવ્યું હતું કે હસન નવાઝ પર વર્ષ 2015-16થી આ ટેક્સ બાકી છે. હાલમાં તેના પર દંડની રકમ ઉમેરીને તે લગભગ 10 મિલિયન પાઉન્ડ લગભગ 112 કરોડ રૂપિયા થઈ ગઈ છે. લંડન પ્રશાસનનો આરોપ છે કે,, હસન નવાઝ જાણી જોઈને ટેક્સ ભરવાનું ટાળી રહ્યા છે.. જેના કારણે હવે તેમની સંપત્તિની હરાજી થઈ શકે છે.
હસન નવાઝનું નામ પનામા પેપર્સ લીક કેસમાં પણ સામે આવ્યું હતું.. જેમાં તેના અને તેના પરિવાર પર કાળા નાણાં દ્વારા ગેરકાયદેસર સંપત્તિ પ્રાપ્ત કરવાનો આરોપ હ..ત્યારબાદ હસન નવાઝે પોતાની લંડનની પ્રોપર્ટી 38 મિલિયન પાઉન્ડમાં વેચી દીધી હતી.. આ ડીલમાં શંકાસ્પદ અલી રિયાઝ મલિકનું નામ સામે આવ્યું છે.. જે શરીફ પરિવારના કાળા નાણાંને લોન્ડરિંગમાં સામેલ હોવાનું માનવામાં આવે છે.
હસન નવાઝનો દાવો
હસન નવાઝના નજીકના લોકો દાવો કરે છે કે તેણે તમામ ટેક્સ ચૂકવી દીધા હતા.. પરંતુ જ્યારે તેને વધારાના ટેક્સ ભરવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેણે તે ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. આ વિવાદને લઈને યુકે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ મામલાને હાઈકોર્ટમાં લઈ ગયું હતુ..જ્યાં સુનાવણી બાદ હાઈકોર્ટે
મિલકતની હરાજી
યુકેના આવકવેરા વિભાગે 25 ઓગસ્ટ 2023ના રોજ હસન નવાઝ સામે કેસ નંબર 694/2023 હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી. કોર્ટના નિર્ણય બાદ હવે હસન નવાઝની પ્રોપર્ટીની હરાજી એપ્રિલ 2025થી શરૂ કરવામાં આવશે. તેના દ્વારા આવકવેરા વિભાગ તેના બાકી ટેક્સ અને દંડ વસૂલવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.
પરિવાર પર મોટું દબાણ
આ ઘટનાક્રમ નવાઝ શરીફ અને તેમના પરિવાર માટે વધુ એક મોટું સંકટ પેદા કરી શકે છે. જો કે હસન નવાઝ અને તેનો પરિવાર આ મુદ્દે વિવિધ દાવાઓ અને સ્પષ્ટતાઓ કરી રહ્યા છે.. પરંતુ કોર્ટ અને લંડન પ્રશાસનની કડક કાર્યવાહીને કારણે તેમની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલો માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બની શકે છે.
- Advertisement -
- Advertisement -