31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

શું દિલ્હીના 3 મંદિરો પર ચાલશે બુલડોઝર? સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત ન મળી


દિલ્હીમાં મયુર વિહાર-2ના સંજય લેક પાર્કમાં બનેલા 3 મંદિરોને તોડી પાડવા માટેની નોટિસ DDAના બાગાયત વિભાગ દ્વારા ચોંટાડવામાં આવી હતી..ત્યારબાદ બુલડોઝરની કાર્યવાહી દરમિયાન થયેલા હોબાળાને કારણે હવે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હવે આ મામલે સુનાવણી શરૂ થઈ ગઈ છે.

એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે,, મંદિર તોડવાની પ્રક્રિયા રાત્રે જ શરૂ કરવામાં આવી હતી.. સવારે 500 સુરક્ષા દળો અને અધિકારીઓ મંદિરને તોડવા માટે પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેની નકલ ડીડીએના વકીલને આપવામાં આવે. એડવોકેટ વિષ્ણુએ કહ્યું કે,, આ મંદિરો 35 વર્ષથી સ્થિત છે..સુપ્રીમ કોર્ટનો નિર્ણય કહે છે કે, 2009 પહેલાના ધાર્મિક સ્થળોને હટાવી શકાય નહીં.

આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે હાઈકોર્ટમાં કેમ નથી જતા. એડવોકેટ વિષ્ણુએ કહ્યું કે જહાંગીર પુરી કેસમાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,, હાઈકોર્ટમાં જાવ અને આ સાથે જ અરજી ફગાવી દેવામાં આવી હતી..

સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો.. ત્રણેય મંદિર સમિતિઓને હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે અરજદારોને પૂછ્યું કે તમે કલમ 32 હેઠળ અરજી કેમ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે અમને જે કહી રહ્યા છો તેના કરતાં આ બાબતમાં ઘણું બધું છે.

જ્યારથી ડીડીએ તરફથી 3 મંદિરો તોડી પાડવાની નોટિસ આવી છે..ત્યારથી જ રહેવાસીઓ આ નિર્ણયથી નારાજ થઈ ગયા હતા અને તેનો વિરોધ કરી રહ્યા હતા. મંદિરો પર કોઈ કાર્યવાહી થઈ ન હતી.. તેથી જ આખી રાત મંદિરોમાં પૂજા-અર્ચના થઈ રહી હતી. આખી રાત વિરોધ પ્રદર્શનો થયા હતા.. નોટિસ જારી થયાના બીજા દિવસે સવારે 5 કલાકે વહીવટીતંત્રના એક ડઝનથી વધુ બુલડોઝર મંદિરોને તોડવા માટે પહોંચ્યા હતા.

વહીવટીતંત્ર બુલડોઝર સાથે પહોંચ્યા બાદ લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. હંગામો એટલો વધી ગયો કે સંજય તળાવ પાર્કમાં આવેલા મંદિરો પર બુલડોઝરનું કામ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -