પ્રેમમાં પરિણીત પ્રોફેસરે પેપર લીક કર્યું, ગર્લફ્રેન્ડ બની ટોપર..જાણો આગળ શું થયું?
ગોવા યુનિવર્સિટીના એક આસિસ્ટન્ટ પ્રોફેસરે તેની ગર્લફ્રેન્ડ માટે ફિઝિક્સનું પેપર લિક કર્યુ હોવાની રાવ ઉઠી છે…એ વિષયમાં ગર્લફ્રેન્ડ ટોપ કરતા શંકા ગઇ હતી..ત્યારબાદ યુનિવર્સિટીમાં હંગામો થયો હતો.. વિદ્યાર્થી સંગઠનોને જાણ થતા આગળ આવ્યા હતા. આ મામલો ગોવાના રાજ્યપાલ સુધી પહોંચ્યો હતો.. ત્યાંથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. જેથી યુનિવર્સિટીએ આરોપી આસિસ્ટન્ટ પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધા હતા. વાઇસ ચાન્સેલર હરિલાલ બી મેનને આરોપોની તપાસ કરવા માટે એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની પણ રચના કરી છે.. જે આગામી સમયમાં તેનો રિપોર્ટ આપશે.
આ મામલો ગોવા યુનિવર્સિટીના ફિઝિક્સ એપ્લાઇડ સાયન્સ વિભાગ સાથે સંબંધિત છે. ડિપાર્ટમેન્ટમાં કામ કરતા એક આસિસ્ટન્ટ પ્રોફેસરે ફિઝિક્સમાં માસ્ટર્સનું પેપર લીક કર્યું હોવાનો આરોપ છે. આ પેપર પ્રોફેસરે પોતાની ગર્લફ્રેન્ડ માટે લીક કર્યું હતું. પ્રશ્નપત્રની મદદથી પ્રેમિકાએ પણ પરીક્ષામાં ટોપ કર્યું હતુ.. આ પછી અન્ય વિદ્યાર્થીઓને શંકા ગઈ હતી..વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે,, ટોપર વિદ્યાર્થિની અભ્યાસમાં એવરેજ હતી.. તો પછી તેણે ટોપ કેવી રીતે કર્યું? જેને લઈને યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો.
વિદ્યાર્થી સંગઠનો દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે,, આરોપી પ્રોફેસરે પહેલા તેમના વિભાગના તમામ પ્રોફેસરોની કેબિનની ચાવી લીધી અને પ્રશ્નપત્ર લીક કર્યું. વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલર હરિલાલ બી.મેનન પર કેટલાક દબાણને કારણે આસિસ્ટન્ટ પ્રોફેસર સામે પગલાં ન લેવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ગોવા યુનિવર્સિટીના વીસીએ કહ્યું કે ,,આરોપી આસિસ્ટન્ટ પ્રોફેસરને 17 માર્ચથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, આ પ્રશ્ન પેપર લીકનો મામલો નથી. વાસ્તવમાં આરોપ છે કે સંબંધિત વ્યક્તિ તેના જ વિભાગના પ્રોફેસરની કેબિનમાં ગયો હતો. ડીને પૂછતાં તેણે કહ્યું કે હું પ્રેક્ટિકલ માટે જરૂરી કેમિકલ લેવા ગયો હતો. બીજા દિવસે સવારે તેણે માફી પણ માંગી કે હું પરવાનગી વિના કેબિનમાં ગયો હતો. વીસીનું કહેવું છે કે મામલાની તપાસ માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે. તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
- Advertisement -