જો તમારા ઘરે પાલતુ શ્વાન હોય તો થઇ જજો સાવધાન,કાનપુરમાં જર્મન શેફર્ડ તેના માલિક માટે કાળ બન્યો..પોતાના બાળકની જેમ શ્વાનને ઉછેળ્યો હતો

કાનપુરના વિકાસ નગરમાં એક દુ:ખદ ઘટના બની.. જ્યાં એક પાલતુ જર્મન શેફર્ડે તેની 80 વર્ષની માલિક પર હુમલો કરીને તેનો જીવ લીધો હતો..મ્યુનિસિપલ કાઉન્સિલની ટીમે શ્વાનને પોતાની કસ્ટડીમાં લઈ લીધો હતો..
મોહની દેવી રવિવારે ઘરના આંગણામાં હતા ત્યારે તેનો શ્વાને તેમના પર હુમલો કરી દીધો હતો..પરિવારના સભ્યોએ પહેલા વિચાર્યું કે શ્વાન કોઈ બહારના વ્યક્તિ પર ભસતો હશે..પરંતુ જ્યારે તેઓએ ચીસો સાંભળી ત્યારે તેઓ બહાર દોડી ગયા હતા.. જો કે ત્યાં સુધીમા શ્વાને મહિલાના ચહેરા, પેટ અને કમર પર ગંભીર ઘા કર્યા હતા.. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બાળકની જેમ ઉછેળ્યો હતો…
સ્થાનિક કાઉન્સિલરે પોલીસ અને મહાનગરપાલિકાને બોલાવીને સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ શ્વાનને કાબૂમાં લીધો હતો. એવું કહેવાય છે કે મોહની દેવી ડોગને પોતાના બાળકની જેમ ઉછેરતી હતી.. પરંતુ તે તેના મૃત્યુનું કારણ બન્યો..
પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કૂતરાએ અચાનક હુમલો કેમ કર્યો. સ્થાનિક કાઉન્સિલરે માંગ કરી છે કે,, પાલતુ શ્વાનની નોંધણી ફરજિયાત હોવી જોઈએ. આ ઉપરાંત જે લોકોના ઘરમાં પાલતુ શ્વાન હોય તેમણે પણ સાવધાન રહેવું જોઈએ.
- Advertisement -
- Advertisement -