ઓસ્ટ્રેલિયા : એડિલેડમાં મેચ દરમિયાન પાકિસ્તાની મૂળના ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું મોત

ક્રિકેટ જગતને ચોંકાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ મેચ રમતા પાકિસ્તાની મૂળના ક્રિકેટરનું મોત થયું છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં બની હતી. દુનિયાને અલવિદા કહેનાર પાકિસ્તાની મૂળના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જુનૈદ ઝફર ખાનની ઉંમર 40 વર્ષથી વધુ હતી.
જુનૈદ ક્લબ લેવલનો ખેલાડી હતો. શનિવારે જ્યારે તે મેચ રમી રહ્યો હતો ત્યારે તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ સુધી હતું…ભીષણ ગરમીમાં જુનૈદે લગભગ 40 ઓવર ફિલ્ડિંગ કરી હતી. પરંતુ મેચ દરમિયાન સાંજે 4 વાગ્યાની આસપાસ તેની તબિયત લથડી અને તે મેદાન પર બેભાન થઈને પડી ગયો હતો…ત્યારબાદ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.. પરંતુ તેને બચાવી શકાયો નહોતો.
જુનૈદ ઓલ્ડ કોનકોર્ડિયન્સ ક્રિકેટ ક્લબ તરફથી મેચ રમી રહ્યો હતો. આ મેચ એડિલેડની કોન્કોર્ડિયા કોલેજમાં પ્રિન્સ આલ્ફ્રેડ ઓલ્ડ કોલેજિયન્સ સામે થઈ હતી. જુનૈદે મેચમાં લગભગ 7 ઓવર બેટિંગ પણ કરી હતી. આ દરમિયાન તે 16 રન બનાવીને અણનમ રહ્યો હતો.
જુનૈદ રમઝાન દરમિયાન ઉપવાસ કરી રહ્યો હતો.. જુનૈદની ક્રિકેટ ક્લબે શોક વ્યક્ત કર્યો અને કહ્યું, ‘અમારા એક સ્ટાર સભ્યના નિધનથી અમે ખૂબ જ દુઃખી છીએ. મેચ દરમિયાન તેને અચાનક તબિયત લથડી હતી. પેરામેડિક્સના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેને બચાવી શકાયો નથી..તેના પરિવાર મિત્રો અને સાથીદારો પ્રત્યે અમારી સંવેદના છે.
રિપોર્ટ અનુસાર જુનૈદ 2013માં પાકિસ્તાનથી ટેક સેક્ટરમાં કામ કરવા માટે એડિલેડ આવ્યો હતો. તેને ક્રિકેટનો ખૂબ જ શોખ હતો.. તે ની સ્થાનિક ક્લબ માટે ક્રિકેટ રમતો હતો.
- Advertisement -
- Advertisement -