30.5 C
Ahmedabad
Thursday, March 5, 2026

કેનેડાના 24માં વડાપ્રધાન તરીકે માર્ક કાર્નેએ લીધા શપથ, જસ્ટીન ટ્રુડોનું લીધું સ્થાન


કેનેડાના 24માં વડાપ્રધાન તરીકે માર્ક કાર્નેએ શુક્રવારે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ અમેરિકા સાથે બગડતા સંબંધો વચ્ચે તેમણે સરકારની બાગડોર સંભાળી છે. કાર્નેએ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લીધું છે.. જેઓ 2015થી કેનેડાના વડાપ્રધાન હતા.

માર્ક કાર્નેનું નામ બેન્કિંગ અને નાણાકીય જગતમાં વિશ્વાસપાત્ર નેતા તરીકે જાણીતું છે. તેમણે 2008 થી બેંક ઓફ કેનેડાના વડા તરીકે પણ સેવા આપી છે…જ્યારે તેમણે વૈશ્વિક આર્થિક કટોકટી દરમિયાન દેશના અર્થતંત્રને સ્થિર રાખ્યું હતું. 2013 માં તેઓ બેંક ઓફ ઈંગ્લેન્ડના પ્રથમ બિન-બ્રિટીશ ગવર્નર બન્યા અને બ્રેક્ઝિટની આર્થિક અસરોને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી..

અમેરિકા સાથે સંબંધો સુધારવા પર ફોકસ

ટ્રમ્પની વાપસીથી કેનેડા અને અમેરિકા વચ્ચેના ઐતિહાસિક સંબંધોમાં તિરાડ પડી હતી.. પડકારો વચ્ચે નવા વડાપ્રધાન માર્ક કાર્નીનું મુખ્ય ધ્યાન આ સંબંધો સુધારવા પર રહેશે. પૂર્વ સેન્ટ્રલ બેંકર રવિવારે કેનેડાની લિબરલ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા હતા.

15-20 મંત્રીઓ હશે

રિપોર્ટ અનુસાર, માર્ક કાર્નીનું નવું કેબિનેટ ટ્રુડોની કેબિનેટ કરતા અડધું કદનું હોઈ શકે છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે તેમની કેબિનેટમાં 15 થી 20 મંત્રીઓ હોવાની અપેક્ષા છે..જ્યારે હાલમાં વડાપ્રધાન સહિત 37 મંત્રીઓ છે.

ટ્રમ્પનું દબાણ, કેનેડામાં અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર

ટ્રમ્પે કેનેડિયન સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ લાદી દીધો છ… 2 એપ્રિલના રોજ તમામ કેનેડિયન ઉત્પાદનો પર મોટા ટેરિફ લાદવાની ધમકી આપી છે. જોડાણની તેમની ધમકીઓમાં તેણે આર્થિક દબાણની ધમકી આપી છે અને સૂચવ્યું છે કે સરહદ માત્ર એક કાલ્પનિક રેખા છે.

યુએસ ટ્રેડ વોર અને કેનેડાને 51મું યુ.એસ. રાજ્ય બનાવવાના ટ્રમ્પના પગલાને કેનેડિયનો માટે સારું લાગ્યું નથી…જેઓ NHL અને NBA રમતોમાં યુએસ રાષ્ટ્રગીત વગાડવાનો વિરોધ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,, સ્થાનિક લોકો જ્યારે પણ શક્ય હોય ત્યારે અમેરિકન સામાન ખરીદવાનું ટાળી રહ્યા છે..તેઓ અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -