30.5 C
Ahmedabad
Thursday, March 5, 2026

અમિત શાહ આસામ અને મિઝોરમની ત્રણ દિવસીય મુલાકાતે


આસામ અને મિઝોરમની ત્રણ દિવસીય મુલાકાતના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે સાંજે જોરહાટ પહોંચ્યા હતા.જોરહાટ એરપોર્ટ પર આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્મા, તેમના કેબિનેટ સાથીદારો અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

“અમે માનનીય કેન્દ્રીય પ્રધાન અમિત શાહનું જોરહાટ એરપોર્ટ પર આસામની પવિત્ર ભૂમિ પર હાર્દિક સ્વાગત કરીએ છીએ,” શર્માએ એક પોસ્ટમાં જણાવ્યું હતું. તેઓ ત્યાં લચિત બારફૂકન પોલીસ એકેડમીમાં રાત્રિ રોકાણ કરશે.

અમિત શાહના હસ્તે પોલીસ એકેડમીનું ઉદ્ઘાટન

શનિવારે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે પોલીસ એકેડમીના ઉદ્ઘાટનનું આયોજન કરાયું. જેનો પ્રથમ તબક્કો રૂ. 167.4 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે.. તેઓ એકેડેમીમાં રૂ. 425.48 કરોડના રહેણાંક પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરવાના છે. આ પ્રસંગે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને હિમંતા વિશ્વ શર્મા પણ હાજર રહેશે.

અમિત શાહ ત્યારબાદ મિઝોરમ જવા રવાના થશે…જ્યાં તેઓ રાજ્યની રાજધાનીથી લગભગ 15 કિમી દૂર આવેલા આસામ રાઈફલ્સની સંસ્થાનોને આઈઝોલથી ઝોખાવસાંગમાં શિફ્ટ કરવાના સમારોહમાં હાજરી આપશે. શાહ શનિવારે સાંજે ગુવાહાટી પરત ફરશે.. કોઇનાધોરા વિસ્તારમાં સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે.

ABSUની 57મી વાર્ષિક કોન્ફરન્સને સંબોધિત કરશે

તેમણે કહ્યું કે, રવિવારે સવારે અમિત શાહ ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયનના 57માં વાર્ષિક સંમેલનને સંબોધવા માટે કોકરાઝાર જિલ્લાના દોટમા જવા રવાના થશે. ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયને પાંચ વર્ષ અગાઉ ઐતિહાસિક બોડો શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. અમિત શાહ સત્રને સંબોધશે.. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન, બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજનના વડા પ્રમોદ બોરો, વરિષ્ઠ પ્રધાનો, સાંસદો અને મુખ્ય હિતધારકો હાજર રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -