નથી કરી ઘણી ફિલ્મો કે નથી કોઇ બિઝનેસ, છતાં પણ કરોડોની માલિક છે આ અભિનેત્રી,,જાણો અભિનેત્રીની આવકનો સ્ત્રોત

બોલિવૂડ અભિનેત્રી પૂનમ પાંડેએ 2013 માં ફિલ્મ ‘નશા’ થી ડેબ્યૂ કર્યું હતું. આ અભિનેત્રી ઘણા વિવાદોમાં રહી છે…છેલ્લે ફિલ્મ ‘ક્રેઝીઝ’ના પ્રમોશનલ વીડિયો અને આઇટમ નંબરમાં જોવા મળી હતી. આ અભિનેત્રી તેની પહેલી ફિલ્મથી જ હિટ થઈ હતી.. પરંતુ તેને વધારે કામ મળ્યું નથી. આ અભિનેત્રીનું નામ પૂનમ પાંડે છે.
પોતાના ડેબ્યૂ બાદ પૂનમ પાંડેએ ઘણી હિન્દી અને પ્રાદેશિક ફિલ્મોમાં કામ કર્યું હતુ. તે ‘ખતરોં કે ખિલાડી 4’ અને કંગના રનૌતની ‘લોક અપ’ સહિત ઘણા રિયાલિટી શોનો પણ ભાગ રહી છે. હવે તે રિયાલિટી ડેટિંગ શો ‘કિંક 2’ ની હોસ્ટ છે.
અભિનય અને મોડેલિંગ ઉપરાંત પૂનમ પાંડે એક કન્ટેન્ટ ક્રિએટર તરીકે પણ કામ કરે છે. તેની પાસે ઘણી ફિલ્મો અને ટીવી શો ન હોય પણ તેની પાસે આવકના ઘણા સ્ત્રોત છે. પૂનમ પાંડે ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે.. પણ તે ક્યારેય સારી અભિનેત્રીઓના જૂથમાં સામેલ થઈ શકી નથી.
પૂનમ પાંડેએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “હું નથી ઇચ્છતી કે કોઈ મારા પછી આવે, પણ હા, તે સુપરસ્ટારની કમાણીની નજીક છે.” 2024 સુધીમાં પૂનમની કુલ સંપત્તિ આશરે 85 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
પૂનમ પાંડેએ ‘નશા’, ‘માલિની એન્ડ કંપની’, ‘ધ જર્ની ઓફ કર્મા’ અને ‘લવ ઇઝ પોઇઝન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 2013થી અત્યાર સુધીમાં તેમણે ભાગ્યે જ 10 ફિલ્મો કરી હશે. 2020માં તેમની કુલ સંપત્તિ આશરે 52 કરોડ રૂપિયા હતી.
વર્ષ 2017 માં પૂનમ પાંડેએ પોતાની એપ, ધ પૂનમ પાંડે એપ લોન્ચ કરી હતી…જેના પર પાછળથી તેણીએ દાવો કર્યો કે,, ગૂગલ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે આ એપ પર પુખ્ત વયના લોકો માટે સામગ્રી પૂરી પાડતી હતી. તેની ઘણી ટીકા પણ થઈ હતી.
પૂનમ પાંડે ઇન્ટરનેટ સેન્સેશન છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 38 લાખથી વધુ ફોલોઅર્સ છે. શક્ય છે કે તે દરેક પ્રમોશનલ પોસ્ટ, બ્રાન્ડ સહયોગ અને સમર્થનથી લાખો કમાય. મુંબઈના બાંદ્રામાં તેમનું બહુમાળી ઘર છે.
પૂનમ પાંડે પાસે લક્ઝરી કાર કલેક્શન છે.. જેમાં મર્સિડીઝ ઇ-ક્લાસ અને BMW 5-સિરીઝનો સમાવેશ થાય છે. પૂનમે 2020 માં ફોટોગ્રાફર સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા…લગ્નના બીજા જ વર્ષે પૂનમે સેમ બોમ્બે પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. ખુલ્લા હુમલાના આરોપો હતા. બંને 2021 માં જ અલગ થઈ ગયા હતા..
- Advertisement -
- Advertisement -