23 C
Ahmedabad
Thursday, March 5, 2026

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનથી બિહારનું રાજકારણ ગરમાયું, પ્રશાંત કિશોરે કહ્યું: દેશ બાબાઓના આદેશથી ના ચાલે


બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં બિહારના પાંચ દિવસના પ્રવાસ પર છે. તેમના નિવેદનને કારણે સમગ્ર બિહારમાં રાજકારણ ગરમાયું છે. હિન્દુ રાષ્ટ્ર પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે બાગેશ્વર બાબાએ વધુ એક નિવેદન આપ્યું હતુ..જેના રાજકારણ ગરમાયું છે. તેમણે ભારતને ‘હિન્દુ રાષ્ટ્ર’ જાહેર કરવા માટે ‘બંધારણ સુધારા’ની માંગ કરી હતી…ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે હવે આ મુદ્દા પર હુમલો કર્યો છે.પ્રશાંત કિશોરે કહ્યું કે,, દેશ બાબાઓના આદેશથી નહીં ચાલે.

પ્રશાંત કિશોરે કહ્યું કે, દેશ બંધારણના સિદ્ધાંતો પર ચાલે છે. બાબાઓના આદેશો પર નહીં.. કિશોરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,,લોકશાહીમાં દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. તેમણે કહ્યું કે ભારતમાં કેટલાક કામો બાબાઓની અદાલતમાં નક્કી કરી શકાતી નથી.

ભાજપ બાબાનો ફાયદો ઉઠાવવા માંગે છે : પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે કહ્યું કે,, કેટલાક ભાજપના નેતાઓએ બાબાના વલણને સમર્થન આપ્યું હતું.. કારણ કે તેઓ રાજકીય લાભ મેળવવા માંગતા હતા.મહાત્મા ગાંધીના જ્ઞાનથી સંચાલિત બંધારણ સ્પષ્ટપણે જણાવે છે કે,, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ હશે.તેમણે કહ્યું કે હું બાબાની વાતને બહુ મહત્વ આપતો નથી.

તેમણે ભાજપના નેતાઓને પડકાર ફેંક્યો અને સંસદમાં હિન્દુ રાષ્ટ્રનો મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી. કિશોરે કહ્યું કે,, ગત વર્ષની લોકસભા ચૂંટણીમાં દેશના લોકોએ ફરી એકવાર બંધારણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોઈ આશ્ચર્ય નથી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિવસ-રાત કહેતા રહે છે કે તેઓ બંધારણથી બંધાયેલા છે.

આરજેડીએ બાબા પર નિશાન સાધ્યું

આરજેડીએ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર નિશાન સાધ્યું છે. આરજેડીના ધારાસભ્ય પ્રેમ શંકર પ્રસાદે કહ્યું કે,, કેટલાક લોકો ચૂંટણી પહેલા આવા કાર્યક્રમોનો લાભ લેવા માંગે છે. આરજેડીના ધારાસભ્ય ડૉ. મુકેશ રોશને શાસ્ત્રી પર ધાર્મિક ઉન્માદ અને વોટ બેંકની રાજનીતિ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

જનતા તમને માફ નહીં કરે : કોંગ્રેસના ધારાસભ્ય

ભાગલપુરના કોંગ્રેસના ધારાસભ્ય અજિત શર્માએ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે આપણે હિન્દુ રાષ્ટ્રની વાત કરીએ છીએ, હિન્દુઓ, મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ બધાએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્યએ વધુમાં કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી, દેશની જનતા તમને માફ નહીં કરે. તમારી વાણી સુધારો. બધાને સાથે લઈ જાઓ. હું પણ હિન્દુ છું, મારો ધર્મ પણ સનાતન છે, પણ અમે ક્યારેય ભાગલા પાડવા જેવું કંઈ કર્યું નથી. જો તમે એવા કામ કરશો જેનાથી લોકોમાં ભાગલા પડે, તો દેશના લોકો તમને માફ નહીં કરે.

રાજકારણ ગરમાયું

વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.ચૂંટણી વર્ષમાં બિહાર આવવા બદલ વિપક્ષી પાર્ટીઓએ બાબા બાગેશ્વર પર નિશાન સાધ્યું છે. આ મુદ્દા પર રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. તેમના નિવેદન પર આરજેડી નેતાઓએ તેમની ધરપકડની પણ માંગ કરી છે. આ અંગે બાબા બાગેશ્વરે કહ્યું કે,, આ પહેલી વાર નથી જ્યારે હું બિહાર આવ્યો છું. હું પહેલા પણ અહીં આવ્યો છું. મારા આગમનથી કેટલાક લોકો ચિડાઈ રહ્યા છે.. તેથી હવે હું ચૂંટણી પછી આવીશ..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -