ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ ‘ઇમ્ફાલ’ પોર્ટ લુઇસ પહોંચ્યું, મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં લેશે ભાગ

ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ ‘ઇમ્ફાલ’ સોમવારે મોરેશિયસની રાજધાની પોર્ટ લુઇસ પહોંચ્યું હતુ…આ જહાજ 12 માર્ચે મોરેશિયસ રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુખ્ય અતિથિ તરીકે મોરેશિયસની મુલાકાતે છે.
ભારતીય સશસ્ત્ર દળો, યુદ્ધ જહાજ ‘ઇમ્ફાલ’ અને ભારતીય વાયુસેનાની ‘આકાશ ગંગા’ સ્કાયડાઇવિંગ ટીમની એક ટુકડી પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે..ભારતીય નૌકાદળના કહ્યાં મુજબ જહાજ માર્ચિંગ ટુકડી, નૌકાદળ બેન્ડ અને હેલિકોપ્ટર સાથે પરેડ અને ફ્લાયપાસ્ટમાં ભાગ લેશે.
અહેવાલો અનુસાર, ‘ઇમ્ફાલ’ 10 થી 14 માર્ચ દરમિયાન પોર્ટ લુઇસમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ભારત અને મોરેશિયસ વચ્ચે લશ્કરી તાલીમ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન, રમતગમત અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે..જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
- Advertisement -
- Advertisement -