24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મુકી..ગેસ સિલિન્ડર અને દૂધનો ભાવ સાંભળીને તમે ચોંકી જશો


પાકિસ્તાનનું આર્થિક સ્વાસ્થ્ય દિવસે – દિવસે કથળી રહ્યું છે..પાકિસ્તાનમાં લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરતા હોય તેવા સમાચાર સામે આવી રહ્યાં છે…પાકિસ્તાનમાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે..ખાવા પીવાની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે…

રમઝાનના મહિનામાં પાકિસ્તાનના કેટલાક શહેરોમાં એલપીજી ગેસની અછત જોવા મળી છે..રસોઇ ગેસ મોંઘો થઇ ગયો હોવાથી લોકોને ખાવાનું બનાવવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે..અહેવાલો પ્રમાણે ગેસ કંપીઓએ ગેસ સપ્લાય કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે..પરંતુ કેટલાક શહેરોમાં ગેસની અછત હોવાના અહેવાલો મળી રહ્યાં છે..

કરાંચી અને રાવલપિંડી સહિત કેટલાક શહેરોમાં ગેસ સપ્લાય બંધ થઇ ગયો હોવાના અહેવાલો છે..એસએનજીપીએલ અને એસએસજીસી કંપનીઓ ગેસ સપ્લાય કરવામાં નિષ્ફળ ગઇ હોવાનો લોકોએ આરોપ લગાવ્યો હતો..

રસોઈ ગેસના ભાવ સાંભળીને તમે ચોંકી જશો. પાકિસ્તાનમાં ઘરોમાં સૌથી વધુ વપરાતો LPG સિલિન્ડર 11.67 કિલોનો છે..જેની કિંમત 3000-3500 પાકિસ્તાની રૂપિયા PKR છે. જ્યારે ભારતમાં 14 કિલોના સિલિન્ડરનો ભાવ લગભવ 800ની આસપાસ  છે. જેના પરથી પાકિસ્તાનમાં મોંઘવારી કેટલી છે અને લોકો કેટલા પરેશાન છે તેનો અંદાજ લગાવી શકાય છે.

ડિસેમ્બર 2025માં પાકિસ્તાનમાં સિલિન્ડરની સરેરાશ કિંમત 3,400 રૂપિયા નોંધાઈ હતી. ફેબ્રુઆરી-2024માં સૌથી મોંઘા સિલિન્ડરની કિંમત 3,500 રૂપિયા હતી..જ્યારે 11.67 કિલોગ્રામ સિલિન્ડરની સૌથી ઓછી કિંમત જૂન-2020માં હતી..આ  સમયે સિલિન્ડરની કિંમત 1,218 રૂપિયા હતી.

પાકિસ્તાનમાં ખાવાનુ ખરીદવું એ રસોઈ કરતાં પણ વધુ ખર્ચાળ છે. જો તમે તેની સરખામણી ભારત સાથે કરો છો તો તમને આશ્ચર્ય થશે કે પાકિસ્તાનમાં શું થયું છે.આ મોંઘવારી ક્યાં અટકશે? દરેક ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. પાકિસ્તાનમાં એક લિટર દૂધ 226 રૂપિયા PKR માં મળે છે.

પાકિસ્તાનમાં રમઝાન સમયે ખાદ્ય ચીજોનો ભાવ

ચોખા – 341 રૂપિયા પ્રતિ કિલો

દૂધ –  226 રૂપિયા

નારંગી – 214 કિલો

ટામેટા – 164 રૂપિયા

બટાકા – 107 કિલો

ચિકન – 788 રૂપિયા પ્રતિ કિલો

બિયરની કિંમત (500મિલી) – 799 રૂપિયા

ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પણ ભારત કરતા અનેક ગણા મોંઘા છે. ભારતમાં 20,000 રૂપિયામાં સરળતાથી મળી રહેતું 40 ઇંચનું ટેલિવિઝન(ફ્લેટ સ્ક્રીન ટીવી) પાકિસ્તાનમાં લગભગ 61,383 રૂપિયામાં મળે છે. બાઇક અને કારની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો.. મારુતિ અલ્ટો જેની કિંમત ભારતમાં 4 થી 5 લાખ રૂપિયાની વચ્ચે છે.. તે જ અલ્ટોની કિંમત પાકિસ્તાનમાં 30 લાખ રૂપિયા (PKR) સુધી છે.

પાકિસ્તાનમાં રોજગાર સંકટ પણ ચરમસીમાએ છે. પરંતુ જે લોકો નોકરી કરે છે, તેમનો સરેરાશ માસિક પગાર 52000 રૂપિયા છે. એટલે કે પાકિસ્તાનમાં નોકરી કરતા લોકોનો સરેરાશ પગાર 52 હજાર રૂપિયા છે.આવી સ્થિતિમાં કલ્પના કરી શકાય છે કે,, જે લોકો પાસે રોજગાર નથી. તેઓ આ મોંઘવારીમાં કેવી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે.. જેમની પાસે રોજગાર છે.. તેમના માટે પણ મોંઘવારી એટલી ઊંચી છે કે,, તેમના માટે ઘરના ખર્ચાઓનું સંચાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે.. બચત તો દૂરની વાત છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -