ગાંધીનગર : દહેગામ તાલુકાના રખિયાલ ખાતે જી.એસ.એફ.સી. દ્વારા PM-PRANAM યોજના અંતર્ગત ખેડૂત મિટિંગ યોજાઈ

કેન્દ્ર સરકારની ખેડૂતો માટેની પી.એમ પ્રણામ યોજના અંતર્ગત 10 માર્ચના રોજ દહેગામ તાલુકાના રખિયાલ ગામે ખેડૂત મિટિંગનું આયોજન થયું હતું..જેમાં જી.એસ.એફ.સી ના અધિકારીશ્રી દ્વારા વૈકલ્પિક ખાતરોના ઉપયોગ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા અને ડી.એ.પી જેવા ખાતરોની જગ્યાએ વૈકલ્પિક ખાતરો એમોનિયમ સલ્ફેટ તેમજ ૨૦:૨૦:૦:૧૩ નો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સિવાય પ્રાકૃતિક ખેતી માટે એગ્રો પ્રોડક્ટ પ્રોમ, બેક્ટેરિયા પી.એસ.બી, અમીન સહિતની પ્રોડક્ટ વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા ખેડૂત પ્રતિનિધિ કોદરભાઈ એમ.પટેલ, વિજયભાઈ તેમજ ગ્રામ સેવક જયેશભાઈ ચૌધરી તેમજ જી.એસ.એફ.સીના અધિકારીશ્રી અંકુર જાદવ સાહેબ અને જી.એસ.એફ.સી એગ્રોટેક લી.ના રખિયાલ ખાતેના ડેપોટ ઈન્ચાર્જ કપિલ કાપડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.
- Advertisement -
- Advertisement -