38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સીરિયામાં લોહીની નદીઓ વહી,,2 દિવસમાં એક હજાર લોકો માર્યા ગયા…નજર કરો ત્યાં વિખરાયેલી લાશો..મહિલાઓને રસ્તાઓ પર નગ્ન કરીને ફેરવવામાં આવી


છેલ્લા બે દિવસથી સીરિયામાં લોહીની નદીઓ વહી રહી છે. સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સમર્થકો અને નવી સરકારના સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે..જેમાં લગભગ 750 સામાન્ય લોકોનો સમાવેશ થાય છે.. જેઓ આ હિંસાનો ભોગ બન્યા હતા.

બ્રિટિશ માનવાધિકાર સંગઠન ‘સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ’ એ શનિવારે ચોંકાવનારો આંકડો જાહેર કર્યો. સંગઠનનું કહેવું છે કે,, છેલ્લા 14 વર્ષથી ચાલી રહેલા સીરિયન ગૃહયુદ્ધમાં આ સૌથી ખતરનાક ઘટનાઓમાંની એક છે. 745 નાગરિકો ઉપરાંત 125 સરકારી સૈનિકો અને અસદને વફાદાર રહેલા 148 લડવૈયાઓ પણ માર્યા ગયા છે.. આ હિંસા 6 માર્ચ 2025ના રોજ શરૂ થઈ હતી.. અને હજુ પણ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી.

કેમ સીરિયા ફરી સળગી રહ્યું છે ?

તારીખ 6 માર્ચે દરિયાકાંઠાના શહેર જબલેહ નજીક એક ભાગેડુ ગુનેગારને પકડવા માટે સુરક્ષા દળો પહોંચ્યા ત્યારે આની શરૂઆત થઇ હતી..આ સમય દરમિયાન કથિત રીતે અસદના સમર્થકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો..ત્યારબાદ પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી..નવી સરકાર કહે છે કે તે અસદના બાકીના લશ્કરી જૂથો દ્વારા કરવામાં આવેલા હુમલાઓનો જવાબ આપી રહી છે.. પરંતુ શુક્રવારથી અથડામણો બદલાના હુમલામાં ફેરવાઈ ગઈ છે. સરકારને વફાદાર સુન્ની મુસ્લિમ આતંકવાદીઓએ અસદના અલાવાઈટ સમુદાય પર હુમલો કરવાનું શરૂ કર્યું હતુ..

શુક્રવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ, જ્યારે સુન્ની લડવૈયાઓ અલાવાઈટ ગામડાઓ અને નગરોમાં ઘૂસી ગયા અને લોકોને નિશાન બનાવવા લાગ્યા. અલાવાઈટ સમુદાયના મોટાભાગના પુરુષોને શેરીઓમાં અથવા તેમના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. ઘણી જગ્યાએ ઘરો લૂંટી લેવામાં આવ્યા અને પછી આગ લગાવી દેવામાં આવી. મહિલાઓને નગ્ન કરીને રસ્તાઓ પર ફેરવવામાં આવી હતી.

અલાવાઈટ સમુદાય લાંબા સમયથી અસદને ટેકો આપે છે. આ હિંસાએ નવી સરકાર માટે મોટી સમસ્યાઓ ઉભી કરી છે.. જે અસદને હટાવ્યા બાદ માત્ર ત્રણ મહિના પહેલા જ સત્તામાં આવી હતી.

આ હિંસાની અસર ફક્ત જીવન અને સંપત્તિ સુધી મર્યાદિત નથી. દરિયાકાંઠાના શહેર લટાકિયાના મોટા વિસ્તારોમાં વીજળી અને પાણીનો પુરવઠો બંધ થઈ ગયો છે. ઘણી બેકરીઓ બંધ થઈ ગઈ છે.. જેના કારણે લોકોને ખાદ્ય પદાર્થો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. લોકો ડરથી પહાડો તરફ દોડી રહ્યા છે.

બાનિયાસના એક વ્યક્તિએ જણાવ્યું કે,, શુક્રવારે તેમના પાંચ પડોશીઓને નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી.. પરંતુ કલાકો સુધી કોઈ તેમના મૃતદેહને દૂર કરી શક્યું નહીં. હુમલાખોરોએ તેમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.. એ સ્પષ્ટ છે કે આ હિંસા હવે માત્ર એક લડાઈ નથી રહી પરંતુ એક સમુદાય સામે નફરતનું સ્વરૂપ લઈ ચૂકી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -