31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

મુકેશ અંબાણી પાસેથી સરકાર રૂપિયા 24,490 કરોડ વસૂલ કરશે, પેટ્રોલિયમ મંત્રીએ કરી મોટી જાહેરાત


ભારત સરકારે દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ભાગીદારો પાસેથી $2.81 બિલિયન એટલે કે લગભગ રૂ. 24,490 કરોડ વસૂલવાના છે. કુદરતી ગેસ નિષ્કર્ષણ સંબંધિત એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હવે સરકારે મુકેશ અંબાણી પાસેથી એક-એક પૈસો વસૂલવાની તૈયારી પણ કરી લીધી છે.આ સંદર્ભમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે તેમનું મંત્રાલય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ભાગીદારો પાસેથી $2.81 બિલિયનની માંગને પૂર્ણ કરવા માટે અંત સુધી પ્રયાસ કરશે. તેમના નિવેદનને આ મામલે સરકાર તરફથી મોટો પ્રતિભાવ માનવામાં આવી રહ્યો છે.

વાસ્તવમાં આ મામલો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેની ભાગીદાર કંપનીઓ દ્વારા કુદરતી ગેસના નિષ્કર્ષણ સાથે સંબંધિત છે. સરકારનો દાવો છે કે,, રિલાયન્સ અને તેની ભાગીદાર કંપનીઓ ગેસ ક્ષેત્રોમાંથી કુદરતી ગેસ કાઢે છે જેનો ઉપયોગ કરવાનો તેમને કોઈ અધિકાર નથી. આ કિસ્સામાં ભારત સરકારે રિલાયન્સ પાસેથી $1.55 બિલિયનની ચુકવણીનો દાવો કર્યો હતો. રિલાયન્સ આ મામલો આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી અદાલતમાં લઈ ગઇ હતી.. જ્યાં જુલાઈ 2018 માં તેના પક્ષમાં ચુકાદો આવ્યો હતો. સરકારનો $1.55 બિલિયનનો દાવો નકારી કાઢવામાં આવ્યો હતો.

જે બાદ સરકારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.જે બાદ ગત મહિનાની 14મી તારીખે દિલ્હી હાઈકોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ સરકાર દ્વારા 2.81 અબજ ડોલરની ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવી છે. રિલાયન્સે 3 માર્ચ, 2025 ના રોજ આ નોટિસ મળ્યાની પુષ્ટિ કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -