24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

રામ મંદિરના શિખરનું કામ યથાવત..જાણો કયારે પૂરું થશે રામ મંદિરનું બાંધકામ ?


અયોધ્યામાં રામ મંદિરમાં બાંધકામ ચાલી રહ્યું છે.આ અંગે એક નવું અપડેટ આવ્યું છે.રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ માહિતી શેર કરી. તેમણે કહ્યું કે, ગોસ્વામી તુલસી દાસની પ્રતિમા શનિવારે મંદિર પરિસરમાં આવશે.આ પ્રતિમા રવિવારે સ્થાપિત કરવામાં આવશે.મંદિરની ટોચ પર 18 બોક્સ સ્થાપિત કરવાના છે..જેમાંથી 11 બોક્સ પહેલાથી જ સ્થાપિત થઈ ગયા છે.મંદિરનું નિર્માણ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

સમગ્ર મંદિરના પથ્થરના કામમાં લગભગ 20 હજાર ઘન ફૂટ પથ્થરો હજુ લગાવવાના બાકી છે. જેમાં શિખરનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે મંદિરના નિર્માણમાં 4 લાખ 50 હજાર ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો..જેમાં 20 હજાર ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ હજુ બાકી છે.મંદિરનું બાંધકામ આગામી એક મહિનામાં 15 એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે.

અધ્યક્ષે કહ્યું કે,,મંદિર સહિત બધી મૂર્તિઓ કિલ્લાની બહાર છે. રામ દરબારની મૂર્તિ અને કિલ્લાના તમામ મંદિરોની મૂર્તિઓ 30 એપ્રિલ સુધીમાં અહીં પહોંચી જશે. તેમણે કહ્યું કે,, લગભગ બધી મૂર્તિઓ 25 માર્ચથી 15 એપ્રિલની વચ્ચે સ્થાપિત થઈ જશે. આ ઉપરાંત રામ નવમી પર સૂર્યના કિરણો ભગવાનના કપાળ સુધી પહોંચે તે માટે કામ શરૂ થઈ ગયું છે.જન્મસ્થળ સંકુલમાં જળાશયનું કામ આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થશે.

રામ મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રામ મંદિરમાં દર્શનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે.પહેલા મંદિર ખુલવાનો સમય સવારે 7 વાગ્યે હતો.. જે હવે નવા સમય મુજબ સવારે 6 વાગ્યે ખુલી રહ્યો છે. નવા સમયપત્રક મુજબ શ્રૃંગાર આરતી પછી ભક્તો સવારે 6:30 થી 11:50 વાગ્યા સુધી મંદિરમાં પ્રવેશ કરી શકશે. આ પછી રાજભોગ આરતી માટે મંદિર બપોરે 12 વાગ્યે બંધ કરવામાં આવશે..દર્શનનો સમય બપોરે 1 વાગ્યાથી સાંજે 6:50 કલાક સુધી ફરી શરૂ થશે..ત્યારબાદ સાંજે ૭ કલાકે સંધ્યા આરતી થશે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -