26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

PM મોદી પરના વિવાદાસ્પદ કાર્ટૂનને મદ્રાસ હાઈકોર્ટે આનંદ વિકટન વેબસાઇટને દૂર કરવાનો આપ્યો નિર્દેશ


મદ્રાસ હાઈકોર્ટે આનંદ વિકટન પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડને તેમની વેબસાઇટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવાદાસ્પદ કાર્ટૂનને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. હકીકતમાં આ કાર્ટૂનની ફરિયાદ તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ કે અન્નામલાઈ દ્વારા કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી. જે પછી આનંદ વિકટનની વેબસાઇટ ખુલી શકી નહીં. આની વિરુદ્ધ આનંદ વિકટન હાઇકોર્ટમાં ગયા જ્યાં હાઇકોર્ટે વેબસાઇટ પરથી પીએમ મોદીના વિવાદાસ્પદ કાર્ટૂનને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.

શું હતો કાર્ટુન મામલો ?

હકીકતમાં, લોકપ્રિય તમિલ મેગેઝિન ગ્રુપ વિકટનના ડિજિટલ પ્લેટફોર્મ આનંદ વિકટનએ તાજેતરમાં પીએમ મોદીનું એક કાર્ટૂન પ્રકાશિત કર્યું હતું. આમાં પીએમ મોદીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠેલા દર્શાવવામાં આવ્યા હતા..આ દરમિયાન કાર્ટૂનમાં પીએમ મોદીના હાથ-પગ સાંકળોથી બાંધેલા બતાવવામાં આવ્યા હતા.આ કાર્ટૂન એવા સમયે પ્રકાશિત થયું હતું જ્યારે ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને હાથ-પગ બાંધીને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવી રહ્યા હતા…મેગેઝિનમાં આરોપ છે કે તમિલનાડુ ભાજપના પ્રમુખ કે અન્નામલાઈએ આ અંગે કેન્દ્ર સરકારને ફરિયાદ કરી હતી. મેગેઝિન ગ્રુપે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ફરિયાદ પછી તેમના વપરાશકર્તાઓ તેમની વેબસાઇટ પર લોગિન કરી શક્યા ન હતા. મેગેઝિન જૂથે દાવો કર્યો હતો કે તેમને કેન્દ્ર સરકાર તરફથી આ સંદર્ભમાં કોઈ માહિતી મળી નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -