28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

યુએસ શેરબજારમાં ભારે ઘટાડો, રોકાણકારોના પૈસા ધોવાયા


અમેરિકામાં ટેરિફ દરમાં વધારો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  કંપનીઓના શેરમાં ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાનના સમાચાર છે. અહેવાલ મુજબ યુએસ સ્ટોક એક્સચેન્જ નાસ્ડેક ઇન્ડેક્સ તેના રેકોર્ડથી 10 ટકા થી વધુ ઘટ્યો છે. વોલ સ્ટ્રીટ પર વેચવાલી આવી છે.. અને રોકાણકારો પૈસા ગુમાવી રહ્યા છે.

ગત મહિને અમેરિકન નોકરીદાતાઓએ કેટલા કામદારોને નોકરી પર રાખ્યા હતા. અત્યાર સુધી મજબૂત રોજગાર બજાર અને અમેરિકન પરિવારો દ્વારા ખર્ચનું વલણ મંદીને ટાળવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. જોકે, મેસી અને વિક્ટોરિયા સિક્રેટ જેવા કેટલાક મોટા રિટેલર્સ ચેતવણી આપી રહ્યા છે કે,, યુએસ ગ્રાહકો દ્વારા ખર્ચનું પ્રમાણ અત્યાર સુધીની આગાહીઓ કરતાં ઓછું હોઈ શકે છે.

વોલ સ્ટ્રીટ પર ભારે વેચવાલી

ગુરુવારે વોલ સ્ટ્રીટમાં ભારે વેચવાલી જોવા મળી હતી..યુએસ શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો. આ ઘટાડો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને અર્થતંત્ર અંગે ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે થયો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં થોડી રિકવરી બાદ યુએસ શેરબજારમાં તાજેતરના અઠવાડિયામાં ફરી એકવાર તીવ્ર ઘટાડો જોવા મળ્યો.. S&P 500 1.8 ટકા ઘટ્યો છે..ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 427 પોઈન્ટ 1 ટકા ઘટ્યો હતો.. નાસ્ડેક કમ્પોઝિટ 2.6 ટકા ઘટીને તેના રેકોર્ડથી 10 ટકા નીચે બંધ થયો હતો..

રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ માફી

ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડાથી આયાત થતી કેટલીક ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફમાં એક મહિનાની છૂટ આપવાની જાહેરાત છતાં શેરબજારમાં ઘટાડો ચાલુ રહ્યો હતો..ટ્રમ્પે કહ્યું હતું કે,, તેઓ ટેરિફનો ઉપયોગ કાયમી નીતિ તરીકે નહીં.. પરંતુ વાટાઘાટોના સાધન તરીકે કરવા માંગે છે.. જેથી ખરાબ વેપાર યુદ્ધ ટાળી શકાય..તેમ છતાં ટ્રમ્પ 2 એપ્રિલથી અમલમાં આવનારા અન્ય ટેરિફ સાથે આગળ વધી રહ્યા છે..આ સંદર્ભમાં લેવામાં આવી રહેલા પગલાંએ અનિશ્ચિતતામાં વધારો કર્યો છે. સોમવારે પણ ટ્રમ્પે કહ્યું હતું કે,, મેક્સિકો અને કેનેડા પર ટેરિફ પર વાટાઘાટો કરવા માટે કોઈ જગ્યા બાકી નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -