28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

મિશન 2027: રાહુલ ગાંધી બે દિવસની અમદાવાદની મુલાકાતે,પાર્ટી નેતાઓ સાથે કરશે બેઠક


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારથી અમદાવાદની બે દિવસની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરશે. કોંગ્રેસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે રાહુલ ગાંધીએ અગાઉ કહ્યું હતું કે પાર્ટી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતશે અને… તેઓ આગામી વિધાનસભા ચૂંટણી લડવાનું કામ શરૂ કરવા માટે રાજ્યમાં આવી રહ્યા છે.

સંપૂર્ણ કાર્યક્રમ

શુક્રવારે સવારે પાર્ટીના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખો અને ભૂતપૂર્વ વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરશે. તેઓ રાજ્ય રાજકીય બાબતો સમિતિ સાથે પણ બેઠક કરશે.

પ્રવાસ કાર્યક્રમ મુજબ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાંજે કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખો તેમજ તાલુકા અને નગરપાલિકાના વડાઓને મળશે.

સાંજે 5 થી 7 વાગ્યા સુધી સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે.

રાહુલ ગાંધી શનિવારે અમદાવાદમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે.. તેજ દિવસે બપોરે દિલ્હી જવા રવાના થશે.

તારીખ 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસની બેઠક

કોંગ્રેસ 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં એક બેઠક યોજશે. આ બેઠકની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પાર્ટીના મહાસચિવ કે.સી.વેણુગોપાલ ગત મંગળવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 182 બેઠકોમાંથી 17 બેઠકો જીતી હતી.પરંતુ પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ ગૃહમાં પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૧૨ થઈ ગઈ હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -