આવતીકાલથી હોળાષ્ટકનો પ્રારંભ,,ગર્ભવતી મહિલાઓએ રાખવી પડશે સાવધાની,,માંગલિક કાર્યો પર પ્રતિંબધ,,હોળાષ્ટક દરમિયાન કંઇ સાવચેતી રાખવી ?
ફાલ્ગુન શુક્લ અષ્ટમી સાત માર્ચેના દિવસે હોળાષ્ટકની શરૂઆત થાય છે..આ વખતે હોળાષ્ટક પુરા થતા જ ખરમાસ પ્રારંભ થઇ જશે..જેના કારણે માંગલિક કાર્યો પર પ્રતિંબધ લાગશે..હોળાષ્ટક અને ખરમાસમાં સગાઇ,,લગ્ન,,મુંડન,,ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો કરી શકતા નથી…
તારીખ 7 માર્ચથી 14 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે…જયારે સૂર્ય મીન રાશીમાં 14 માર્ચથી 13 એપ્રિલ સુધી રહેશે…તેથી માંગલિક કામો તારીખ 13 એપ્રિલ બાદ જ પ્રારંભ થશે..
હોળાષ્ટક દરમિયાન કઈ સાવચેતી રાખવી જોઈએ ?
હોળાષ્ટક દરમિયાન કોઈએ આપેલું કંઈ ખાવું નહીં. જો કોઈ તમને પ્રસાદ આપે તો પણ તરત જ ખાશો નહીં. લો પણ તેને છોડના મૂળમાં કોઈ સુરક્ષિત જગ્યાએ મુકો.
હોળાષ્ટકના દિવસોમાં, લીંબુ, કોળા, દીવા, પૂજા પાઠ સામગ્રી, સિંદૂર વગેરે ઘણીવાર ચોકડીઓ પર પડેલા જોવા મળશે. તેનાથી દૂર રહો. ભૂલથી પણ તેના પર પગ ન મુકો.
હોળાષ્ટક દરમિયાન કોઈનું પણ દાન સ્વીકારશો નહીં. ખાસ કરીને ફળો, શાકભાજી, અનાજ, દૂધ-દહીં, અડદ, તલ, લવિંગ-એલચી વગેરેનું દાન સ્વીકારવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
હોળાષ્ટક દરમિયાન દાન તરીકે કપડાં, જૂતા કે ચંપલ સ્વીકારશો નહીં.
જો કોઈ તમને પાન, સોપારી, લવિંગ કે એલચી ખાવા માટે આપે તો તે બિલકુલ ન લો.
હોળાષ્ટકનો પ્રારંભ મૃગશિરા નક્ષત્ર,,પીતિ યોગ અને ચંદ્ર વૃષભ રાશીમાં થશે..સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે હોળાષ્ટકના આઠ દિવસ આઠ રાત ખૂબ જ શુભ હોય છે…આ સમય દરમિયાન તંત્ર-મંત્રની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે…આ આઠ રાત્રિઓને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે..આ રાત્રિઓ દરમિયાન કરવામાં આવતા ધ્યાન તાત્કાલિક પરિણામો આપે છે.
ગર્ભવતી સ્ત્રીઓએ સાવધ રહેવું જોઈએ, શુભ કાર્ય પણ બંધ કરવા જોઈએ
આ આઠ રાત્રિ દરમિયાન, તાંત્રિક શક્તિઓ ખૂબ જ પ્રબળ હોય છે.. તેથી, આ દિવસોમાં, સગર્ભા સ્ત્રીઓને ઘરની બહાર નીકળવાની કે નદીઓ કે નાળાઓ પાર કરવાની મનાઈ છે.. કારણ કે જો સગર્ભા સ્ત્રી તાંત્રિક વિધિઓ માટે વપરાતી વસ્તુઓ પર પગ મૂકે છે, તો તેની ગર્ભસ્થ બાળક પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.
ખરમાસ અથવા માલમાસ શરૂ થશે
જ્યારે પણ સૂર્ય ગુરુ ગ્રહની રાશિમાં ગોચર કરે છે.. ત્યારે તે સમયને મલમાસ અથવા ખરમાસ કહેવામાં આવે છે. સૂર્ય 14 માર્ચે સાંજે 6:49 વાગ્યે ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરી રહ્યો છે.. અને 13 એપ્રિલ સુધી આ રાશિમાં રહેશે. તેથી આ એક મહિના દરમિયાન માલમાસ હશે. આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ રહેશે. લગ્ન માટે આગામી શુભ તારીખ 13 માર્ચ પછી હશે.
- Advertisement -
- Advertisement -