28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

PM મોદીની ગુજરાત મુલાકાત બાદ 2 વર્ષમાં 286 સિંહોના મોત, ચોંકાવનારા આંકડા બહાર આવ્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે જંગલ સફારી કરી..ત્યારબાદ પીએમ મોદી વનતારા પણ ગયા હતા… જ્યાં તેઓએ પ્રાણીઓની સંભાળનું નિરીક્ષણ કર્યું હતુ.. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણીઓના રક્ષણ અંગે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી પણ હતી.. હવે આ જ ગુજરાતમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત છોડ્યા બાદ વિધાનસભા સત્ર દરમિયાન બાર્બરી સિંહોના મૃત્યુના જે આંકડા પ્રકાશમાં આવ્યા છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ઓછામાં ઓછા 286 સિંહોનાં મોત થયા છે..જેમાં 143 સિંહ બચ્ચાનો પણ સમાવેશ થાય છે. તેમાંથી 58 સિંહોના મોત અકુદરતી કારણોસર થયા હતા. આ માહિતી રાજ્યના વન મંત્રી મુળુભાઈ બેરાએ વિધાનસભામાં આપી હતી.

કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે,, રાજ્યમાં 2023 અને 2024 બે વર્ષમાં 140 બચ્ચા સહિત 456 દીપડાના મૃત્યુ થયા છે. તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા 286 સિંહોમાંથી 2023માં 121 અને 2024માં 165 સિંહો મૃત્યુ પામ્યા હતા. ગુજરાત એશિયાઈ સિંહોનું વિશ્વનું છેલ્લું નિવાસસ્થાન છે. જૂન 2020 માં હાથ ધરાયેલી છેલ્લી વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં 674 એશિયાઈ સિંહો મુખ્યત્વે ગીર વન્યજીવન અભયારણ્યમાં છે..

સિંહો જ નહીં પણ દીપડાઓના મૃત્યુના ચોંકાવનારા આંકડા

માત્ર સિંહો જ નહીં દીપડાઓના મૃત્યુ અંગે પણ ચોંકાવનારી માહિતી સામે આવી હતી. માહિતી અનુસાર, ગુજરાતમાં બે વર્ષમાં 456 દીપડાઓના મૃત્યુના સમાચાર છે. 201 દીપડા અને 102 બચ્ચાના કુદરતી કારણોસર મૃત્યુ થયા છે. ઉપરાંત, 115 દીપડા અને 38 બચ્ચા અકુદરતી મૃત્યુ પામ્યા છે. વર્ષ 2023માં 225 દીપડા મૃત્યુ પામ્યા હતા..જયારે વર્ષ 2024માં 231 દીપડા મૃત્યુ પામ્યા હતા.

વનમંત્રી મૂળુભાઈ બેરાના જણાવ્યા અનુસાર, સરકારે પ્રાણીઓના અકુદરતી મૃત્યુ અટકાવવા માટે અનેક પગલાં લીધાં છે. આમાં જંગલ વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ પર સ્પીડ બ્રેકર અને સાઇનબોર્ડ લગાવવા, સિંહોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે રેડિયો કોલરિંગ, જંગલોમાં પગપાળા પેટ્રોલિંગ અને ખુલ્લા કુવાઓ માટે કોંક્રિટની દિવાલો બનાવવાનો સમાવેશ થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -