31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

IPL 2025 માં આ નિયમો લાગુ થશે, પરિવારના સભ્યો ડ્રેસિંગ રૂમમાં આવી નહીં શકે


IPL 2025 22 માર્ચથી શરૂ થશે. સિઝનની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે…બધી ટીમોએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સીઝન શરૂ થાય તે પહેલાં, BCCI એ ખેલાડીઓ અને ટીમો માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ સિઝનમાં, ખેલાડીઓને પાછલી સિઝનની જેમ છૂટ મળશે નહીં.

એક અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચ પહેલા અને દરમિયાન PMOA વિસ્તારની આસપાસ પરિવારના સભ્યોની હાજરી અંગેના નિયમોને વધુ કડક બનાવ્યા છે. આ ઉપરાંત, બોર્ડે ખેલાડીઓ માટે ટીમ બસમાં મુસાફરી કરવાનું ફરજિયાત બનાવ્યું છે. BCCIએ થોડા દિવસ પહેલા ટીમ ઈન્ડિયા માટે પણ આ જ નિયમ લાગુ કર્યો હતો.

BCCIના નવા નિયમો અનુસાર, ખેલાડીઓએ પ્રેક્ટિસ માટે ટીમ બસમાં આવવું પડશે. ટીમો બે જૂથોમાં મુસાફરી કરી શકે છે.અહેવાલ મુજબ તાજેતરની મીટિંગમાં નિયમોમાં ફેરફાર વિશે તમામ ટીમ મેનેજરોને જાણ કર્યા પછી, બધી ફ્રેન્ચાઇઝીઓને ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવી હતી. મેનેજરોની બેઠક ૧૮ ફેબ્રુઆરીના રોજ ઝૂમ કોલ પર યોજાઈ હતી.

નવા નિયમોમાંએ પણ જણાવાયું છે કે,, ખેલાડીઓના પરિવારના સભ્યો પ્રેક્ટિસના દિવસોમાં પણ ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ કરી શકતા નથી.મેચના દિવસોમાં તેને ડ્રેસિંગ રૂમમાં પ્રવેશવાની મંજૂરી નથી.પ્રેક્ટિસ દિવસોમાં ટુર્નામેન્ટ પહેલા અને દરમિયાન ફક્ત માન્યતા પ્રાપ્ત સ્ટાફને જ ડ્રેસિંગ રૂમ અને રમતના મેદાનમાં પ્રવેશની મંજૂરી છે.

ખેલાડીઓના પરિવારના સભ્યો અને મિત્રો અલગ વાહનમાં મુસાફરી કરશે..તેઓ હોસ્પિટાલિટી વિસ્તારમાંથી ટીમની પ્રેક્ટિસ જોઈ શકશે.ટીમ સપોર્ટ સ્ટાફ –થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ/નેટ બોલર્સને ડ્રેસિંગ રૂમમાં પ્રવેશવા માટે BCCIની પરવાનગી લેવી પડશે.એકવાર પરવાનગી મળી ગયા પબાદ તેઓ મેચ સિવાયના દિવસોમાં ડ્રેસિંગ રૂમ અને મેદાનમાં પ્રવેશ કરી શકશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -