ઓસ્કાર સમારોહના હોસ્ટ કોનન ઓ’બ્રાયને હિન્દીમાં સ્પિચ આપી,,કહ્યું લોગો કો નમસ્કાર, વહા સુબહ હો ચૂકી હૈ તો મુઝે ઉમ્મીદ હૈ કી આપ ક્રિસ્પી નાશ્તે કે સાથ Oscar દેખેંગ
અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 97મા એકેડેમી એવોર્ડ્સના શાનદાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ વખતે એકેડેમી એવોર્ડ્સ સમારોહના હોસ્ટની જવાબદારી જાણીતા કોમેડિયન કોનન ઓ’બ્રાયને (Conan O’Brien) સંભાળી હતી છે.પોતાના પહેલા જ પ્રયાસમાં ઇતિહાસ રચી દીધો છે. તે જાણે છે કે હાલમાં તેનો શો ઘણા દેશોમાં લાઈવ જોવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, તેમણે લોકોને અંગ્રેજી ઉપરાંત સ્પેનિશ, હિન્દી, ચાઇનીઝ અને અન્ય ભાષાઓમાં સંબોધિત કર્યા. ચાલો તમને જણાવીએ કે કોનન ઓ’બ્રાયને હિન્દીમાં શું કહ્યું.
કોનન ઓ’બ્રાયને શું કહ્યું?
હોસ્ટ કોનન ઓ’બ્રાયને શોની શરૂઆત પોતાની શૈલીમાં કરી. પછી અચાનક તેણે હિન્દીમાં કહ્યું, “નમસ્તે. ભારતમાં અત્યારે સવાર છે, તેથી મને આશા છે કે તમે નાસ્તો કરતી વખતે ૯૭મા એકેડેમી એવોર્ડ્સનો આનંદ માણી રહ્યા હશો.” કોનન ઓ’બ્રાયન એકેડેમી એવોર્ડ્સના મંચ પર હિન્દીમાં ભાષણ આપનારા પહેલા હોસ્ટ છે.
કોનન ક્રિસ્ટોફર ઓ’બ્રાયન એક અમેરિકન ટેલિવિઝન હોસ્ટ, હાસ્ય કલાકાર, અભિનેતા, લેખક અને નિર્માતા છે. કોનન ઓ’બ્રાયન ‘લેટ નાઇટ વિથ કોનન ઓ’બ્રાયન’ (1993-2009), ‘ધ ટુનાઇટ શો વિથ કોનન ઓ’બ્રાયન’ (2009-2010) અને ‘કોનન’ (2010–2021) જેવા લેટ નાઇટ ટોક શો હોસ્ટ કરવા માટે જાણીતા છે.
- Advertisement -
- Advertisement -