આધાર કાર્ડ વેરિફિકેશન થયું સરળ, કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યો મોટો ફેરફાર
કેન્દ્ર સરકારે આધાર કાર્ડ વેરિફિકેશનને લઈને મોટો ફેરફાર કર્યો છે.સરકારે ખાનગી કંપનીઓને મોબાઇલ એપ્સમાં આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન ઉમેરવાની મંજૂરી આપી છે.આનાથી સામાન્ય લોકોને સેવાઓનો લાભ લેવાનું સરળ બનશે.
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આ માટે (swik.meity.gov.in) નામનું એક નવું પોર્ટલ પણ શરૂ કર્યું છે.તેનો ઉદ્દેશ્ય સરકારી અને બિન-સરકારી સંસ્થાઓને આધાર ચકાસણીની સુવિધા આપવાનો છે..જેથી લોકોને વધુ સુવિધાજનક સેવાઓ મળી શકે.આ પોર્ટલ દ્વારા કોઈ પણ લાયક સંસ્થા આધાર ચકાસણી માટે અરજી કરી શકે છે. મંજૂરી મળ્યા પછી તેને તેની સેવાઓમાં ઉમેરી શકે છે.
આધાર એ ભારત સરકાર દ્વારા જારી કરાયેલો એક અનન્ય ઓળખ નંબર છે.. જે ભારતીય રહેવાસીઓ માટે બનાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, આધારનો ઉપયોગ સ્વૈચ્છિક છે.. પરંતુ કેટલીક સરકારી યોજનાઓ અને કર સંબંધિત સેવાઓ માટે તેને ફરજિયાત બનાવવામાં આવ્યો છે. UIDAI એ આધાર વેરિફિકેશન માટે ફેસ ઓથેન્ટિકેશન અને OTP જેવી પદ્ધતિઓ રજૂ કરી છે.
શું છે નવો નિયમ?
સરકારે આધાર કાયદામાં સુધારો કરીને ખાનગી કંપનીઓને પણ આધાર પ્રમાણીકરણ સુવિધાઓ પૂરી પાડવાની મંજૂરી આપી છે…પહેલા ફક્ત સરકારી વિભાગો જ તેનો ઉપયોગ કરી શકતા હતા. 31 જાન્યુઆરી, 2025 ના રોજ સૂચિત આ સુધારા બાદ હવે આધાર વેરિફિકેશન દ્વારા હોસ્પિટાલિટી, આરોગ્ય, ઈ-કોમર્સ, શિક્ષણ, ક્રેડિટ રેટિંગ જેવી સેવાઓ સરળ બનશે.
કેવી રીતે મળશે તમને લાભ?
-
તેના આગમન સાથે, ગ્રાહકોને e-KYC, પરીક્ષા નોંધણી અને અન્ય સેવાઓ માટે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.
-
કંપનીઓ કર્મચારીઓની હાજરી સરળતાથી રેકોર્ડ કરી શકશે.. ગ્રાહકોને ઓળખી શકશે અને ચકાસી શકશે.
૩. આનાથી ગમે ત્યારે અને ગમે ત્યાં ફેસ વેરિફિકેશન દ્વારા સેવાઓનો લાભ લઈ શકાશે.
બાયોમેટ્રિક ડેટાને લોક અને અનલોક કરવાનો વિકલ્પ
UIDAI એ આધાર કાર્ડની સાથે વર્ચ્યુઅલ ID (VID) પણ જારી કર્યું છે, જેનો ઉપયોગ આધાર નંબર શેર કર્યા વિના ઓળખ ચકાસણી માટે કરી શકાય છે. UIDAI એ આધાર ધારકોને તેમના બાયોમેટ્રિક ડેટાને લોક અને અનલોક કરવાની સુવિધા પૂરી પાડી છે, જેનાથી સુરક્ષામાં વધારો થયો છે.
- Advertisement -
- Advertisement -