મહારાષ્ટ્ર: સીએમ ફડણવીસે મહાયુતિમાં મતભેદોના અહેવાલોને ફગાવ્યા,, કહ્યું- અમે સાથે મળીને લડ્યા
મહારાષ્ટ્રના શાસક મહાયુતિ ગઠબંધને રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર પહેલા મતભેદોની અટકળોને સ્પષ્ટપણે નકારી કાઢી છે. મીડિયા સમક્ષ હાજર થયેલા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘શાસક સાથી પક્ષો વચ્ચે કોઈ શીત યુદ્ધ કે આંતરિક લડાઈ નથી. હું અને એકનાથ શિંદે બંનેને ખબર છે કે જ્યારે આપણે સાથે હોઈએ ત્યારે શું કરવું જોઈએ. અમે વિપક્ષ સામે સફળતાપૂર્વક લડ્યા છે.. તેમને હરાવ્યા છે.. અને વિધાનસભામાં પ્રચંડ વિજય મેળવ્યો છે.આપણે આ લડાઈ સાથે મળીને લડી છે.ફડણવીસે જે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી તે કેબિનેટ બેઠક અને પરંપરાગત ચા બેઠક પછી થઈ હતી. આ ચા બેઠકનો વિપક્ષ મહાવિકાસ આઘાડી દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
વિપક્ષમાં તણાવ અને નારાજગી
તેમણે કહ્યું, ‘વિપક્ષની સ્થિતિ આપણા જેવી નથી.આપણે સાથે છીએ. વિપક્ષમાં જ તણાવ અને નારાજગી છે.ફડણવીસે કહ્યું કે,, અમે વિપક્ષને બજેટ સત્ર પહેલા ચા-નાસ્તાની બેઠક માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓએ તેનો બહિષ્કાર કર્યો. તેમણે એક બેઠક યોજી… જેમાં તેમના કોઈ વરિષ્ઠ નેતા આવ્યા ન હતા. તેમણે અમને નવ પાનાનો પત્ર આપ્યો છે, જેમાં નવ લોકોના નામ છે. સાત લોકોના હસ્તાક્ષર છે અને તે પત્રમાં તેમણે એવા મુદ્દાઓ ઉઠાવ્યા છે,, જે તેમણે ફક્ત પ્રેસમાંથી જ લીધા છે.
શાસક ગઠબંધનમાં ભંગાણના સમાચાર હેડલાઇન્સમાં ચમકયા
છેલ્લા કેટલાક અઠવાડિયામાં, શાસક ગઠબંધનમાં તિરાડોના અહેવાલો હેડલાઇન્સમાં રહ્યા છે. ત્યારથી, એવી અટકળો શરૂ થઈ ગઈ કે એકનાથ શિંદે, જે હજુ પણ દેવેન્દ્ર ફડણવીસ માટે ટોચના પદ પરથી રાજીનામું આપવાથી ખુશ નથી. તેઓ હજુ પણ નારાજ છે. એવું પણ કહેવાય છે કે,, તેઓ તેમના પક્ષના ઘણા નેતાઓની સુરક્ષામાં ઘટાડો થવાથી ગુસ્સે છે.આ ઉપરાંત રાયગઢ અને નાસિક જિલ્લાઓ (જ્યાં આગામી કુંભ મેળો યોજાશે) માટે ‘પાલક મંત્રીઓ’ની નિમણૂકથી પણ સંઘર્ષ થયો છે. જોકે, શિંદે, અજિત પવાર અને ફડણવીસે સતત આવી અટકળોનો ઇન્કાર કર્યો છે.
- Advertisement -
- Advertisement -