પાટીદાર અનામત આંદોલન સમયના 9 કેસ પરત ખેંચાયા,ધારાસભ્ય હાર્દિક પટેલે આભાર વ્યક્ત કર્યો
ગુજરાતમાં વર્ષ 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતા.આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતા. જો કે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ, આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા ન હતા. જો કે હવે 10 વર્ષ બાદ આ કેસ પરત ખેંચવામાં આવ્યા છે.. જેની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.
હાર્દિક પટેલે આભાર વ્યક્ત કર્યો
હાર્દિક પટેલે સોશિયલ મીડિયા X પર લખ્યું કે, ‘ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાઓ પર લાગેલા ગંભીર રાજદ્રોહ સહિતના કેસ આજે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે. હું સમાજની તરફથી ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું’.
હર્ષ સંઘવીની પુષ્ટી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર સમાજના આંદોલન વખતે જે કેસ ચાલુ હતા અને જેની તપાસ અને ચાર્જશીટ પૂરી થઈ ગઈ છે.. તેવા 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે..
વર્ષ 2015 માં પાટીદાર સમાજનાં યુવકોને અનામત મળે તે માટે સમાજનાં યુવાનો દ્વારા સરકાર વિરૂદ્ધ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું.ઓગસ્ટ 2015 માં અમદાવાદ ખાતે GMDC ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં સમાજનાં યુવકો એકત્ર થયા હતા… ત્યારે આ યુવકોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને અનામતની માંગ બુલંદ માંગણી કરી હતી. જો કે આ આંદોલનને વિખેરવા સરકારે લાઠીચાર્જ પણ કર્યો હતો..ત્યારબાદ જવાબદાર યુવકો વિરૂદ્ધ રાજદ્રોહ કક્ષાનાં કેસ કરવામાં આવ્યા હતા..હાલના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા,, અલ્પેશ કથીરિયા,, ચિરાગ પટેલ, કેતન પટેલ સહિતનાં નેતા અને સમાજનાં આગેવાનો સામે રાજદ્રોહના કેસ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
- Advertisement -