23 C
Ahmedabad
Thursday, March 5, 2026

સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી હત્યા કેસ મામલો : 16 વર્ષે આવ્યો ચુકાદો,10 લોકોને આજીવન કેદ


અમદાવાદમાં 15 જૂન 2006માં સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા થઈ હતી. આ હત્યા મામલે અમદાવાદ સેસન્સ કોર્ટે ચુકાદો આપ્યા છે . જેમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

NRI અને સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા પંકજ ત્રિવેદીની વર્ષ 2006માં 15 જૂનના દિવસે અમદાવાદના એલિસબ્રિજ જીમખાના નજીક હત્યા કરવામાં આવી હતી.

સ્વાધ્યાય પરિવારમાં ચાલતી ગેરરીતિઓ અંગે પંકજ ત્રિવેદીએ અવાજ ઉઠાવ્યો હતો. જેથી સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા લોકોએ જ તેમની હત્યા કરી નાખી હોવાનો આરોપ હતો. વર્ષ 2009 માં દાખલ થયેલ કેસનો 16 વર્ષે ચુકાદો આવ્યો છે જેમાં અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

આ આરોપીઓને સજા ફટકારવામાં આવી

ચંદ્રસિંહ જાડેજા

હિતેશ સિંહ ચુડાસમા

દક્ષેશ શાહ

ભૂપતસિંહ જાડેજા

માનસિંહ વાઢેર

ઘનશ્યામસિંહ ચુડાસમા

ભરતભાઈ તટે

ભરતસિંહ જાડેજા,

ચંદ્રકાંત ડાકી

જશુભાઈ જાડેજાને સજા ફટકારવામાં આવી છે

શું હતો કેસ?

પંકજ ત્રિવેદી અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા હતા.. તેમણે અમદાવાદમાં આવીને જયશ્રી તલવરકરની રીત રસમો સામે જંગ છેડયો હતો. પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદીની રીત રસમો સામે અને ભ્રષ્ટાચાર સામે જંગ છેડતા તેમને અવારનવાર મોતની ધમકી પણ મળી હતી..જોકે તેઓએ પોતાનો જંગ ચાલુ રાખ્યો હતો.. અને સ્વાધ્યાય પરિવારના ભ્રષ્ટાચારો સામે 25થી વધારે જુદા જુદા દાવા દાખલ કર્યા હતા. દરમિયાન 15 જૂન 2006ના રોજ એલિસબ્રિજ જીમખાના નજીક પંકજ ત્રિવેદી કારમાંથી ઉતરતા જ આરોપીઓએ તેમને પાછળથી માથાના ભાગે બેઝ બોલનું બેટ મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતાં..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -