કિયારા અડવાણી ટૂંક સમયમાં “માં” બનશે,, આ કપલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી
કિયારા અને સિદ્ધાર્થના લગ્ન 7 ફેબ્રુઆરી 2023 ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં થયા હતા.આ કપલે તેમના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે,, તે બંને ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ ખુશખબર આવતાની સાથે જ તેના ચાહકો પણ ખૂબ ખુશ અને ઉત્સાહિત છે.
આ કપલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. ફોટામાં, બંનેના હાથમાં બેબી મોજાં દેખાય છે. આ પોસ્ટ શેર કરતી વખતે, દંપતીએ લખ્યું, ‘આપણા જીવનની સૌથી મોટી ભેટ ટૂંક સમયમાં આવી રહી છે.’ આ કપલની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. ચાહકો તેમને ખૂબ અભિનંદન આપી રહ્યા છે. આ ઉપરાંત બોલિવૂડ સ્ટાર્સે પણ આ કપલને અભિનંદન પાઠવ્યા છે.
ચાહકો ખૂબ જ ખુશ છે
કિયારા અને સિદ્ધાર્થની પોસ્ટ પર ચાહકો ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ ખુશખબરથી તેના ચાહકો ખૂબ ખુશ છે. ચાહકો આ કપલને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી રહ્યા છે. તેમને નવા જીવનની શુભકામનાઓ.
લગ્નના 2 વર્ષ પૂર્ણ થયા
આ લગ્નમાં ફક્ત તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. તેમના લગ્ને સોશિયલ મીડિયા પર પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તેમના લગ્નના ફોટા પણ ખૂબ જ ઝડપથી વાયરલ થયા હતા..
- Advertisement -
- Advertisement -