આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ વખત થશે ટક્કર, ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ થઈ
વિશ્વના દરેક ક્રિકેટરસીકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોતા હોય છે.. કારણ બંને દેશો વચ્ચેની હાઇ વોલ્ટેજ મેચ છે. તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. જે બાદ ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરનાર પાકિસ્તાન સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ શક્યું નહીં.. અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. જોકે, આ મેચ પછી આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ 3 મેચ રમાઈ શકે છે.
એશિયા કપ 2025 T20 ફોર્મેટમાં રમાશે
એશિયા કપ 2025 T20 ફોર્મેટમાં રમાશે. જેમાં કુલ 19 મેચ રમાશે.. સપ્ટેમ્બરના બીજા અને ચોથા અઠવાડિયા વચ્ચે એશિયા કપ શરૂ થઇ શકે છે.પરંતુ અત્યાર સુધી તેના સ્થળ અને તારીખો વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. ભારત અને પાકિસ્તાન ઉપરાંત આઠ ટીમો જેમાં – શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, યુએઈ, ઓમાન અને હોંગકોંગ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.ગત વખતે નેપાળે પણ ભાગ લીધો હતો.. જે આ વખતે ટુર્નામેન્ટનો ભાગ નથી.આ આઠ ટીમોને ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. એક અહેવાલ મુજબ ભારત અને પાકિસ્તાન બંને એક જ જૂથમાં સામેલ થશે. બંને ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સુપર-4 રાઉન્ડ માટે ક્વોલિફાય થશે..આ રાઉન્ડમાં ક્વોલિફાય થનારી ટોચની 2 ટીમો ફાઇનલ માટે ક્વોલિફાય થશે.એવી અપેક્ષા રાખવામાં આવે છે કે,, એકવાર ગ્રુપ સ્ટેજમાં પછી સુપર-4 રાઉન્ડમાં અને જો બંને ટીમોનું પ્રદર્શન સારું રહેશે.. તો ફાઇનલ સહિત ત્રણ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થઈ શકે છે.
ભારતે 8 વખત ટાઇટલ જીત્યું
ભારતે એશિયા કપ 2023નો ખિતાબ જીત્યો હતો…ભારતે આ કપ 8 વખત જીત્યો છે.. જ્યારે શ્રીલંકાએ 6 વખત અને પાકિસ્તાને 2 વખત કપ જીત્યો છે..
- Advertisement -
- Advertisement -