24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

કોંગ્રેસના શાસન દરમિયાન ભારતમાં કોઈ જમીન કે ઘર નહોતું, પગાર નહોતો લીધો.. સેમ પિત્રોડાની સ્પષ્ટતા


કોંગ્રેસના વિદેશી એકમના વડા સેમ પિત્રોડા મોટાભાગે તેમના નિવેદનોને કારણે સમાચારમાં રહે છે. ભારતમાં તેમની મિલકત અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે પિત્રોડાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી…તેઓએ બુધવારે કહ્યું કે,, તેમની પાસે ભારતમાં કોઈ જમીન કે ઘર નથી. સેમ પિત્રોડીએ આ નિવેદન ભાજપના નેતા એનઆર રમેશ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ આપ્યુ છે.. તેમણે કહ્યું હતુ કે,, પિત્રોડાએ ભારતમાં 150 કરોડ રૂપિયાની 12.35 એકર સરકારી જમીન ગેરકાયદેસર રીતે મેળવી છે.

પિત્રોડાની સ્પષ્ટતા

સેમ પિત્રોડાએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે,, ભારતીય મીડિયામાં આવેલા અહેવાલો પછી તેઓ સ્પષ્ટ કરવા માંગે છે કે,, ભારતમાં તેમની કોઈ મિલકત નથી..તેમણે કોઈ સરકારી પદ સંભાળતી વખતે ક્યારેય કોઈ પગાર લીધો નથી. પિત્રોડાએ એમ પણ કહ્યું કે 1980થી 2004થી 2014 સુધી રાજીવ ગાંધી અને ડૉ. મનમોહન સિંહ સાથે કામ કરતી વખતે તેમણે ક્યારેય કોઈ પગાર લીધો નથી. પિત્રોડાએ એમ પણ કહ્યું કે,, તેમના સમગ્ર જીવનમાં એટલે કે ૮૩ વર્ષની ઉંમર સુધી તેમણે ભારતમાં કે અન્ય કોઈ દેશમાં ક્યારેય કોઈ લાંચ આપી કે સ્વીકારી નથી. તેમણે ભાજપના આ આરોપને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -