26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

પગમાં ફ્રેક્ચર થયા બાદ વ્હીલચેરમાં જોવા મળી અરુણા ઈરાની, અભિનેત્રીની આવી હાલત કેવી રીતે થઇ ?


આશરે બે અઠવાડિયા અગાઉ અરુણા ઈરાની બેંગકોકમાં પડી ગયા હતા. જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. હવે સારવાર બાદ અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. ખાસ વાત એ છે કે વીડિયોમાં અરુણા ઈરાની જૂના ગીતો ગણગણાટ કરતી જોવા મળી..આ ગીત છે- ‘ચલતી કા નામ ગાડી’. આ ગીત કિશોર કુમાર અને આશા ભોંસલેએ ગાયું છે.

બોલીવુડ અભિનેત્રી અરુણા ઈરાની પ્રતિષ્ઠિત અભિનેત્રીઓમાંની એક છે. તેણીએ પોતાની કારકિર્દીમાં ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. અરુણા ઈરાનીએ લગભગ 500 ફિલ્મોમાં અભિનય કર્યો છે.. જેમાં તેણી વિવિધ સુપરસ્ટાર સાથે પણ કામ કર્યું છે. ઈરાનીએ બોલિવૂડ છોડી દીધું અને ટીવીમાં પ્રવેશ કર્યો હતો.. 78 વર્ષની ઉંમરે પણ તે અભિનયમાં સક્રિય છે..ઘણા ટીવી શોમાં પણ કામ કરી ચૂકી છે. આ દરમિયાન અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.જેમાં તે વ્હીલચેર પર બેઠેલી જોવા મળી હતી..અભિનેત્રીનો પગ ફ્રેક્ચર થયો છે.

અરુણા ઈરાનીએ ૧૯૬૧ માં ‘ગંગા જમુના’ માં બાળ અભિનેત્રીની ભૂમિકા ભજવીને ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેમણે  ‘બોમ્બે ટુ ગોવા’, ‘ગરમ મસાલા’ અને ‘દો ફૂલ’, ‘અનપઢ’, ‘કારવન’, જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતુ… ફિલ્મ ‘બેટા’ માં તેમનું પાત્ર આજે પણ લોકોને યાદ છે. આ ફિલ્મમાં તેણીએ એટલી નકારાત્મક ભૂમિકા ભજવી હતી કે તેણીને બીજો ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો..તે છેલ્લે મોટા પડદા પર ફિલ્મ ‘યે દિલ આશિકાના’માં જોવા મળી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -