37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

બ્રિટનમાં માત્ર પાંચ મિનિટમાં સોનાના ટોયલેટની કેવી રીતે થઇ હતી ચોરી, કિંમત જાણીને તમે દંગ રહી જશો


બ્રિટનના બ્લેનહેમ પેલેસમાંથી 18 કેરેટના સોનાથી બનેલા એક અનોખુ ટોયલેટ ચોરાઈ ગયું હતુ..આ કોઈ સામાન્ય ચોરી નહોતી..પરંતુ એક માસ્ટરમાઇન્ડ યોજના હેઠળ આ અમૂલ્ય “ગોલ્ડન થ્રોન” ફક્ત પાંચ મિનિટમાં ચોરાઈ ગયું હતુ…ચોરીની ઘટના 14 સપ્ટેમ્બર 2019 ના રોજ સવારે બની હતી. સમગ્ર બ્રિટનમાં ચર્ચાનો વિષય બની હતી..આ ઘટના બાદ અજાણ્યા ચોરો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.. જે હવે ઓક્સફર્ડ ક્રાઉન કોર્ટમાં પહોંચ્યો છે અને આ કેસની સુનાવણી ચાલી રહી છે.

આ અનોખી કલાકૃતિ પ્રખ્યાત ઇટાલિયન કલાકાર મૌરીઝિયો કેટેલન દ્વારા બનાવવામાં આવી હતી.તેનું નામ ‘અમેરિકા’ રાખ્યું હતું. સપ્ટેમ્બર 2019 માં તેને ઓક્સફોર્ડશાયરના બ્લેનહેમ પેલેસ ખાતે એક પ્રદર્શન માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું..પરંતુ થોડા દિવસોમાં ચોરો દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું. આ ટોયલેટની કિંમત 6.06 મિલિયન ડોલર એટલે કે લગભગ 50 કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી. અત્યાર સુધી આ ટોયલેટ પાછું મળ્યું નથી.. અને એવું માનવામાં આવે છે કે, તેને ટુકડાઓમાં કાપીને સોના તરીકે વેચવામાં આવ્યું હતું.

ઓક્સફર્ડ ક્રાઉન કોર્ટમાં બોલતા, ફરિયાદી જુલિયન ક્રિસ્ટોફર કેસીએ તેને “સુનિયોજિત અને ઝડપથી ચલાવવામાં આવેલી” ચોરી ગણાવી. તેમણે કહ્યું કે ગુનેગારોએ આ ગુનો કરવા માટે અગાઉથી સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. તેમણે કહ્યું, આ ચોરી ખૂબ જ કાળજીપૂર્વક આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી..ખૂબ જ ઝડપથી તેને અંજામ આપવામાં આવ્યો હતો. ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ સવારે ૫ વાગ્યા પહેલા ચોરો બ્લેનહાઇમ પેલેસના લાકડાના દરવાજા તોડીને અંદર ઘૂસી ગયા હતા..તેઓ બે ચોરાયેલા વાહનોમાં આવ્યા હતા. તેની પાસે ઇસુઝુ ટ્રક અને એક VW ગોલ્ફ હતી.

વકીલે જણાવ્યું કે, ચોરો મહેલમાં ઘૂસ્યા હતા અને સોનાનું ટોયલેટ જ્યાં સ્થાપિત કરવામાં આવ્યું હતું તે જ સ્થાનને નિશાન બનાવ્યું હતું. તેઓએ દરવાજો તોડી નાખ્યો અને ટોયલેટ કાઢી નાખ્યું હતુ.. જેના કારણે પાઈપો ફાટી ગઈ અને પાણી વહેવા લાગ્યું હતુ,. આ પછી ચોરો ભાગી ગયા હતા.. ઘટનાસ્થળેથી કેટલાક હથોડા પણ મળી આવ્યા હતા. જેનો ઉપયોગ દરવાજો તોડવા માટે કરવામાં આવ્યો હતો. આ ટોયલેટનું વજન 98 કિલો હતું. તેનો ઉપયોગ કરવા માટે મુલાકાતીઓ ત્રણ મિનિટનો સમય બુક કરી શકતા હતા. ચોરી બાદ મહેલને ભારે નુકસાન થયું હતું..કારણ કે પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી અને તેમાં પાણી ભરાઈ ગયું હતું.

કયા આરોપીઓ પર મુકાયો આરોપ ?

આ કેસમાં પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમાં માઈકલ જોન્સ, 39, (ઓક્સફોર્ડ), ફ્રેડરિક સિગ્નસ ઉર્ફે ફ્રેડરિક ડો, 36, (વિન્ડસર, બર્કશાયર), બોરા ગુચુક, 41, અને જેમ્સ શીન, 40, (વેલિંગબરો, નોર્થમ્પ્ટનશાયર)નો સમાવેશ થાય છે. માઈકલ જોન્સ જાન્યુઆરીમાં કોર્ટમાં હાજર થયા હતા. અને આરોપોને નકારી કાઢ્યા હતા. સાઇનસ અને ગુચુકે પણ ગુનામાં સંડોવણીનો ઇનકાર કર્યો છે. માઈકલ જોન્સ પર ચોરીનો આરોપ છે, જ્યારે ફ્રેડરિક અને બોરા પર ચોરાયેલા સોનાને વેચવાનું કાવતરું ઘડવાનો આરોપ છે.

જોકે, ફરિયાદીઓનો દાવો છે કે,, જોન્સે ચોરીના આગલા દિવસે શૌચાલયના ફોટા લીધા હતા.. જેનાથી સ્પષ્ટ થાય છે કે આ ઘટના પૂર્વયોજિત હતી. વધુમાં એવો આરોપ છે કે ચોરી પછી સાઇનસ અને ગુચુકે જેમ્સ શીન સાથે મળીને ચોરેલું સોનું વેચવાનું કાવતરું ઘડ્યું હતું.

હજુ સુધી કોઈ કડી મળી નથી

કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું કે,, જેમ્સ શીને એપ્રિલ 2024 માં ચોરીમાં પોતાની સંડોવણી સ્વીકારી હતી. તેણે ચોરીની મિલકતો અને મિલકત ટ્રાન્સફર કરવાના આરોપો કબૂલ્યા હતા. જોકે, ચોરાયેલા શૌચાલયનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. એવું માનવામાં આવે છે કે તેને નાના ટુકડાઓમાં કાપીને વેચી દેવામાં આવ્યું હતું.

બ્લેનહેઇમ પેલેસનું મહત્વ

જે જગ્યાએ ચોરી થઈ તે બ્લેનહેમ પેલેસ છે, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે..ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું જન્મસ્થળ છે. આ શૌચાલયને એક વ્યંગાત્મક કલા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું..ચોરીની ઘટના પછીથી આ મામલો ચર્ચામાં છે.. હવે કોર્ટની સુનાવણીએ તેને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે. પોલીસનું કહેવું છે કે તપાસ હજુ પણ ચાલુ છે..પરંતુ આ અનોખા શૌચાલયને ફરીથી શોધવાની આશા ઓછી છે. હવે આ બહુચર્ચિત ચોરીની વધુ સુનાવણી કોર્ટમાં થશે અને એ જોવું રસપ્રદ રહેશે કે અન્ય આરોપીઓ દોષિત સાબિત થાય છે કે નહીં


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -