28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

વડાપ્રધાન મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મહિલાઓ સંભાળશે, જાણો કોને મળશે આ તક ?


મન કી બાત કાર્યક્રમની 119મી આવૃત્તિમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આ બોર્ડ પરીક્ષાઓનો સમય છે. હું મારા યુવા મિત્રો, એટલે કે પરીક્ષા યોદ્ધાઓને તેમની પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવું છું. તમારે કોઈપણ તણાવ વિના સંપૂર્ણ હકારાત્મક ભાવના સાથે તમારી પરીક્ષા આપવી જોઈએ. દર વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’માં અમે અમારા પરીક્ષા યોદ્ધાઓ સાથે પરીક્ષા સંબંધિત વિવિધ વિષયો પર વાત કરીએ છીએ…”

વડાપ્રધાન મોદીના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓ દ્વારા હેન્ડલ કરવામાં આવશે. PM મોદીએ આજે ​​મન કી બાતમાં આ માહિતી આપી..પીએમ મોદી 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ પહેલનો પ્રારંભ કરશે. સૌથી રસપ્રદ વાત એ છે કે પીએમ મોદીનું ખાતું સંભાળતી મહિલાઓ કોણ હશે. મન કી બાતમાં મહિલાઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, જો તમે કોઈપણ ક્ષેત્ર પર નજર નાખો તો તમને દેખાશે કે મહિલાઓનું યોગદાન કેટલું વ્યાપક છે. આ વખતે હું મહિલા દિવસ પર એક ખાસ પહેલ કરવા જઈ રહી છું. આ પ્રસંગે, હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જેમ કે X, અને ઇન્સ્ટાગ્રામ દેશની કેટલીક મહિલાઓને સોંપીશ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે,,આવી મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે.તમે તમારી પોતાની આગવી ઓળખ બનાવી છે…તે બધા 8 માર્ચે પોતાના અનુભવો શેર કરશે. ભલે પ્લેટફોર્મ મારું હશે.. પણ વાત તમારી સિદ્ધિઓ વિશે હશે.

જો તમને પણ આ તક જોઈતી હોય, તો સૌ પ્રથમ તમારે NamoApp પર જવું પડશે અને ત્યાં બનાવેલા ફોરમમાં જઈને તેનો ભાગ બનવું પડશે. PM મોદીએ કહ્યું કે, તમે myex અને Instagram પરથી NamoApp પર જઈને ભાગ લઈ શકો છો અને તમારો સંદેશ દુનિયા સુધી પહોંચાડી શકો છો.

બોર્ડ પરીક્ષાઓ અંગે વડાપ્રધાનનો સંદેશ

મન કી બાત કાર્યક્રમની 119મી આવૃત્તિમાં, વડાધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આ બોર્ડ પરીક્ષાઓનો સમય છે. હું મારા યુવા મિત્રો, એટલે કે પરીક્ષા યોદ્ધાઓને તેમની પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવું છું. તમારે કોઈ પણ તણાવ વિના સંપૂર્ણ હકારાત્મક વલણ સાથે તમારી પરીક્ષા આપવી જોઈએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -