31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ઓસ્ટ્રેલિયાએ ઇંન્ગલેન્ડ સામે 352 રનના સ્કોર પાર કરીને ઇતિહાસ રચ્યો,જોસે શાનદાર બેટિંગ કરીને સદી ફટકારી


ઈંગ્લેન્ડ સામે ઈતિહાસ રચતા ઓસ્ટ્રેલિયાએ ICC ઇવેન્ટમાં સૌથી વધુ સ્કોરનો ખડકલો કર્યો હતો.. ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી જીત નોંધાવવા માટે 352 રનના લક્ષ્યાંકને સરળતાથી પુરો કર્યો હતો.. છેલ્લી ઓવરોમાં જોશ ઇંગ્લિશ અને ગ્લેન મેક્સવેલે વિસ્ફોટક બેટિંગ કરી અને ટીમને ધમાકેદાર વિજય અપાવ્યો હતો.

ડકેટે પોતાના કરિયરની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી.. જેમાં ૧૪૩ બોલનો સામનો કરીને ૧૭ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.. જેની મદદથી ઇંગ્લેન્ડે આઠ વિકેટે ૩૫૧ રન બનાવ્યા હતા.. જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ સ્કોર છે. આ પહેલા ન્યુઝીલેન્ડે 2004માં અમેરિકા સામે ચાર વિકેટે 347 રન બનાવ્યા હતા.

એક સમયે ઓસ્ટ્રેલિયાએ 27 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.ત્યારબાદ ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં મુકાઈ ગયું હતુ,. સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ જેવા બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ મેથ્યુ શોર્ટ અને માર્નસ લાબુશેને ઇનિંગ્સની કમાન સંભાળી હતી.. આ બંને ખેલાડીઓએ શિસ્તબદ્ધ બેટિંગનું પ્રદર્શન કર્યું. શોર્ટે 63 અને લાબુશેને 47 રન બનાવ્યા. જ્યારે આ બંને બેટ્સમેન આઉટ થયા હતા. તે પછી એલેક્સ કેરી અને જોશ ઇંગ્લિસ ક્રીઝ પર ઉતર્યા. આ બે ખેલાડીઓએ ઇંગ્લેન્ડના બોલરોના કુચા કાઢયા હતા..

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે પાકિસ્તાને વર્ષ 2017માં 338 રન સ્કોર કર્યો હતો.. જ્યારે ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે 2013માં 331 રન બનાવી આ યાદીમાં ત્રીજા નંબરે જગ્યા બનાવી હતી. પરંતુ હવે આ બંને ટીમો પાછળ સરકી ગઈ છે.

2004માં ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી મોટા ટોટલનો રેકોર્ડ બનાવ્યો હતો. કીવી ટીમે યુએસએ સામે 347 રન સ્કોરબોર્ડ પર લગાવ્યા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી સફળ ચેઝ

ઓસ્ટ્રેલિયા 352 વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લાહોર 2025

શ્રીલંકા 322 વિરુદ્ધ ભારત, ધ ઓવલ 2017

ઈંગ્લેન્ડ 308 વિ. બાંગ્લાદેશ, ધ ઓવલ 2017

શ્રીલંકા 297 વિ. ઇંગ્લેન્ડ, ધ ઓવલ 2013

દક્ષિણ આફ્રિકા 283 વિ. ઇંગ્લેન્ડ, ઢાકા 1998


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -