31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

તેલંગાણામાં રહસ્યમય રોગ, 2,500 મરઘીઓનાં મોત


તેલંગાણામાં રહસ્યમય રોગને કારણે 2,500 મરઘીઓના મોત થયા છે…વાનાપાર્થી જિલ્લાના મદનપુરમ મંડળમાં મરઘાં ફાર્મમાં રહસ્યમય રોગ ફેલાયો છે.કોન્નુરના મરઘાં ફાર્મમાં રોગ ફાટી નીકળવાના કારણે ત્રણ દિવસમાં લગભગ 2,500 મરઘાં મૃત્યુ પામ્યા હતા.. શુક્રવારે વાનાપાર્થી જિલ્લા પશુચિકિત્સા અને પશુપાલન અધિકારીએ રોગની પુષ્ટિ કરી હતી,,, અને કહ્યું કે, આ રોગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

જિલ્લા પશુચિકિત્સા અને પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે, “૨૫૦૦ મરઘાંના મૃત્યુ પછી અમે સ્થળનું નિરીક્ષણ કરીને નમૂના લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.તારીખ ૧૬ ફેબ્રુઆરીએ ૧૧૭ મરઘાં મૃત્યુ પામ્યા હતા..જયારે ૧૭ ફેબ્રુઆરીએ ૩૦૦ મરઘાંનાં મોત થયાં હતા..જયારે ૧૮ ફેબ્રુઆરીએ ૨૦૮૩ મરઘી મોતને ભેટી હતી. ૯મી તારીખે નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા..

આંધ્રપ્રદેશ સરકારે ગયા અઠવાડિયાથી બર્ડ ફ્લૂના ફેલાવાને રોકવા માટે પ્રયાસો તેજ કર્યા છે. બર્ડ ફ્લૂથી પ્રભાવિત ત્રણ જિલ્લાઓમાં કડક નિવારક પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. પશુપાલન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે,”બર્ડ ફ્લૂ ત્રણ જિલ્લાઓ અને પાંચ ફાર્મ સુધી મર્યાદિત છે. લગભગ એક લાખ મરઘીઓનો નાશ કરવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશના કૃષિ, સહકાર, માર્કેટિંગ અને પશુપાલન મંત્રીએ જનતાને ખાતરી આપી હતી કે,, બર્ડ ફ્લૂ અંગે ચિંતા કરવાની કોઈ વાત નથી.. કારણ કે સરકારે તેના ફેલાવાને નિયંત્રિત કરવા માટે કડક પગલાં અમલમાં મૂક્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -