ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર રાધિકા ધામેચાએ આત્મહત્યા કરી છે..રાજકોટની રહેવાસી 26 વર્ષીય યુવતી પોતાના પરિવારથી અલગ રહેતી હતી..અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના વીડિયોથી ખૂબ જ ફેમસ થઇ હતી. થોડા સમય અગાઉ રાધિકા ગોવા ફરવા પણ ગઈ હતી..ગોવાથી પરત ફરી રાજકોટમાં રાધિકાએ આપઘાત કરી લીધો હતો..
રાધિકાએ શુક્રવારે રાત્રીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતુ..તેણે છેલ્લે પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું જાવ છું.. આપઘાત પાછળનું કારણ અકબંધ છે..તોફાની રાધા રૈયા રોડ પર તુલસી માર્કેટની સામે પરિવારથી અલગ રહેતી હતી.
રાધિકા તાજેતરમાં ગોવા ફરવા ગઈ હતી.. ઈન્સ્ટાગ્રામ પર રાધિકાના હજારો ફોલોઅર્સ છે.પોલીસ તપાસ બાદ આત્મહત્યા કરવા પાછળનું સાચું કારણ બહાર આવશે.. રાધિકાએ મોતને વ્હાલુ કેમ કર્યુ તે ચર્ચાનો વિષય બન્યો છે..પોતાના પરિવારથી અલગ રહેતી રાધિકાના પગલાથી લોકો ચોંકી ઉઠ્યા છે. 26 વર્ષીય વ્હાલસોયી દીકરીની વિદાઈથી પરિવારમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે.

