26.6 C
Ahmedabad
Friday, March 6, 2026

દેશના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,દિલ્હી કરતાં સિક્કિમમાં ધરતી વધુ તીવ્રતાથી ધ્રુજી


દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા..તારીખ 17 ફેબ્રુઆરીએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, ઓડિશા, સિક્કિમમાં એક પછી એક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની અસર નોઈડા-ગાઝિયાબાદ અને ફરીદાબાદ, ગુરુગ્રામમાં પણ જોવા મળી..ભૂકંપના આંચકા બાદ લોકો ખૂબ જ ડરી ગયા હતા. પોતાનો જીવ બચાવવા માટે તેઓ પોતાના રૂમમાંથી બહાર દોડી ગયા હતા..

લોકો ઊંચી ઇમારતોમાંથી પણ બહાર આવી ગયા હતા..ભૂકંપ દરમિયાન એક મોટો અવાજ પણ સંભળાયો હતો..જેના કારણે પક્ષીઓમાં હલનચલન પણ જોવા મળી હતી..પક્ષીઓ વૃક્ષ પરથી ઉડવા લાગ્યા હતા.

વડાપ્રધાન મોદીએ લોકોને સાવધ રહેવાની અપીલ કરી હતી,,,,અને કહ્યું કે, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અધિકારીઓ દ્વારા તમામ સ્થળો પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિલોમીટર નીચે હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 નોંધાઈ હતી. એનો અર્થ એ થયો કે જો તીવ્રતા થોડી વધારે હોત તો ખતરનાક દ્રશ્ય જોવા મળ્યા હોત. જોકે, કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆનમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન પાસે હતું, જેની અસર ઉત્તર પ્રદેશ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાઈ હતી.

અહીંના લોકોએ પણ ભૂકંપના આંચકા અનુભવ્યા. તેમણે કહ્યું કે આ વિસ્તારની નજીક એક તળાવ છે. નાના, ઓછી તીવ્રતાના ભૂકંપ દર બે થી ત્રણ વર્ષે એક વાર આવે છે. 2015 માં, અહીં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સમયે એક મોટો અવાજ પણ સંભળાયો હતો.

દિલ્હી પછી, બિહારમાં સવારે 8.02 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા. લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર નીકળી ગયા. બિહારમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ સિવાન હતું. અહીં ભૂકંપનું કેન્દ્ર જમીનમાં 10 કિમી અંદર હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી.

દિલ્હી-બિહાર પછી ઓડિશા અને સિક્કિમમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા..ઓડિશામાં 10 કિલોમીટરની ઊંડાઈએ 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્ર તાડોંગથી લગભગ 154 કિલોમીટર દૂર હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -