મહિલા પ્રીમિયર લીગની ત્રીજી ટુર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટની ત્રીજી મેચ રવિવારે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દીપ્તિ શર્માની ટીમે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા હતા…જોકે જવાબમાં ગુજરાતે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા અને 6 વિકેટે મેચ જીતી લીધી હતી.
WPL 2025 માં ગુજરાતની પહેલી જીત
ગુજરાત જાયન્ટ્સનો આ પહેલો વિજય છે.જ્યારે લક્ષ્યનો પીછો કરતા ગુજરાતે 4 મેચમાં પહેલી વાર વિજયનો સ્વાદ ચાખ્યો છે. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલી ગુજરાતની કેપ્ટન એશ્લે ગાર્ડનરએ કહ્યું કે, તે પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીત નોંધાવીને ખૂબ જ ખુશ છે. તેણે લેગ સ્પિનર પ્રિયા મિશ્રાની પણ પ્રશંસા કરી હતી.જેણે 3 વિકેટ લઈને યુપી વોરિયર્સના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી..ગાર્ડનરે કહ્યું – અમારા બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રિયા મિશ્રા જેવી ખેલાડીએ તેના બીજા WPL મેચમાં 3 વિકેટ લીધી જે શાનદાર છે.

