23.9 C
Ahmedabad
Friday, March 6, 2026

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયો અંગે ઉમા ભારતી ગુસ્સે થયા,કહ્યું લોકોને હાથકડી અને બેડીઓ પહેરાવી તે અત્યંત શરમજનક અને માનવતા પર કલંક


ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ શનિવારે ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને “ક્રૂર અને અત્યંત શરમજનક રીતે” દેશનિકાલ કરવા બદલ અમેરિકાની ટીકા કરી હતી.ભારતના વિવિધ રાજ્યોમાંથી 104 “ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ” ને લઈને એક યુએસ લશ્કરી વિમાન 5 ફેબ્રુઆરીએ અમૃતસર પહોંચ્યું હતુ..
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહીના ભાગરૂપે આ ​​લોકોને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ભારત મોકલવામાં આવ્યા હતા..કેટલાક ડિપોર્ટેડ લોકોએ દાવો કર્યો કે, તેમને આખી મુસાફરી દરમિયાન હાથકડી લગાવવામાં આવી હતી.. અમૃતસર ઉતર્યા પછી જ હાથકડી દૂર કરવામાં આવી હતી..
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પરની પોતાની પોસ્ટમાં ઉમા ભારતીએ કહ્યું, “જે રીતે ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકાથી હાથકડી અને બેડીઓ પહેરાવીને પાછા મોકલવામાં આવ્યા, તે અત્યંત શરમજનક અને માનવતા પર કલંક છે.”
ઉમા ભારતીએ કહ્યું કે, અમેરિકન સરકારોએ ઘણીવાર ‘રેડ ઇન્ડિયન્સ’ અને ત્યાં રહેતા આફ્રિકન મૂળના લોકો પ્રત્યે આ ક્રૂર અને હિંસક વલણ દર્શાવ્યું છે. યુરોપિયન વસાહતીઓ દ્વારા ઉત્તર અમેરિકાના મૂળ રહેવાસીઓ માટે ‘રેડ ઇન્ડિયન’ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો.
ભાજપના નેતાએ કહ્યું, “જ્યારે તેમને દેશનિકાલ કરનારાઓને વિમાન દ્વારા મોકલવામાં આવી રહ્યા હતા ત્યારે તેમને હાથકડી અને બેડીઓથી બાંધીને રાખવા એ યુએસ વહીવટીતંત્રની ક્રૂરતા અને અમાનવીયતા દર્શાવે છે.” ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવો એ ગુનો છે..દરેક દેશના કાયદા મુજબ તેની સજાની જોગવાઈ છે.. પરંતુ આવી ક્રૂરતા એક મહાપાપ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -