24.3 C
Ahmedabad
Saturday, March 7, 2026

સોનામાં થયો અધધ ભાવ વધારો, પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂ.89,400


વૈશ્વિક બજારોમાં શુક્રવારે મજબૂત વલણ વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ 1,300 રૂપિયા વધીને 89,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા. શુક્રવારે ચાંદીના ભાવમાં પણ 2,000 રૂપિયાનો વધારો થયો હતો.. અને તે 1 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો હતો.

ગુરુવારે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 88,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. તેજ સમયે શુક્રવારે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1,300 રૂપિયા વધીને 89,000 રૂપિયા પ્રતિ 10  ગ્રામ થયો હતો…જ્યારે અગાઉ તેની કિંમત 87,700 રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થઈ હતી.

ચાંદીના ભાવમાં શુક્રવારે પણ 2,000 રૂપિયાનો વધારો થયો હતો.. પાછલા ટ્રેડિંગ સત્રમાં ચાંદી 98,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. તેજ સમયે, MCX પર ફ્યુચર્સ ટ્રેડિંગમાં એપ્રિલ ડિલિવરી માટે સોનાના કોન્ટ્રેક્ટનો ભાવ 184 રૂપિયા વધીને 85,993 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. જ્યારે MCX પર ચાંદીનો વાયદો 2,517 રૂપિયા વધીને 97,750 રૂપિયા પ્રતિ કિલો થયો હતો


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -