
અમદાવાદની શાહ આલમમાં આવેલી મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ શબ એ બારાતની નમાઝ પઢી બંદગી કરી હતી..અમદાવાદમાં મુસ્લિમ બિરાદરોએ વિવિધ કબ્રસ્તાનમાં જઇને મૃત્યુ પામેલા પોતાના સ્વજનો અને પૂર્વજોને યાદ કર્યા હતા..આ રાતને ક્ષમા અને પશ્વાતાપની પણ રાત ગણવામાં આવે છે..મુસ્લિમ બિરાદરો દ્વારા આખી રાત જાગરણ કરવામાં આવ્યું હતુ..મોટી સંખ્યામાં શાહ આલમમાં આવેલી મસ્જિદમાં શબ એ બારાતની નમાઝ પઢી બંદગી કરી હતી.

આ રાત્રી ખૂબ જ ખાસ છે
ઇસ્લામના અનુયાયીઓ માટે ચાર રાત ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ ચાર રાત્રિઓમાં પ્રથમ આશુરાની રાત, બીજી શબ-એ-મેરાજ, ત્રીજી શબ-એ-બારાત અને ચોથી શબ-એ-કદર છે. આ તમામ રાત્રીઓને ખૂબ જ વિશેષ અને પવિત્ર માનવામાં આવે છે.


શા માટે ઉજવવામાં આવે છે શબ એ બરાત ?
ઇસ્લામ ધર્મ અનુસાર શબ-એ-બારાતનો અર્થ શબ એટલે રાત અને બારાતનો અર્થ નિર્દોષ થાય છે. શબ-એ-બારાતના દિવસે મુસ્લિમ ધર્મના લોકો તેમના મૃત પૂર્વજોને યાદ કરે છે અને તેમની કબરો પર જાય છે..પૂર્વજોની કબર પર ફૂલો ચઢાવી મીણબત્તી પ્રગટાવે છે. સાથે જ તેઓ ખુદા પાસે તેમની માટે દુઆ માંગે છે. કહેવાય છે કે,, શબ-એ-બારાતની રાત્રે અલ્લાહ પોતાના બંદાઓનો હિસાબ કરવા આવે છે. જે વ્યક્તિ આ દિવસે અલ્લાહ પાસે માફી માંગે છે.. તેના પર ઈનાયત બની રહે છે.


શબ-એ-બારાતની રાત્રે શું કરવામા આવે છે?
શબ-એ-બારાતના દિવસે લોકો તેમના મૃત પૂર્વજોને યાદ કરે છે. તેઓ કબ્રસ્તાનની મુલાકાત લે છે.. જ્યાં તેમના પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે. ત્યાં જઈને તે કબરો પર ચાદર અને ફૂલ ચઢાવે છે..અગરબત્તીઓ અને મીણબત્તીઓ વગેરે પ્રગટાવે છે.ત્યારબાદ સામૂહિક રીતે નમાઝ અદા કરવામાં આવે છે. આ પ્રસંગે ઘરોને ખાસ શણગારવામાં આવે છે. સાથો સાથ હલવો, બિરયાની વગેરે વાનગીઓ બનાવીને ગરીબોમાં વહેંચવામાં આવે છે.

