બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે પોતાના દમ પર ફિલ્મ જગતમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.. ફિલ્મોના સતત ફ્લોપ ગયા પછી બાદ મલ્લિકા શેરાવતે હિંમત હારી ન હતી..વર્ષ ૨૦૦૨ થી વર્ષ ૨૦૧૭ સુધી તેણે એક પછી એક ફિલ્મો આપી અને પછી પાંચ વર્ષનો વિરામ લીધો હતો..
પિતાએ કહ્યું- અટક કાઢી નાખો
મલ્લિકા શેરાવતનો જન્મ હરિયાણાના રોહતકમાં થયો હતો. જ્યારે અભિનેત્રીનો જન્મ થયો ત્યારે તેના ઘરમાં શોક છવાઈ ગયો હતો. અભિનેત્રીના પિતા ઇચ્છતા હતા કે તે IAS બને, પરંતુ જ્યારે અભિનેત્રીએ ફિલ્મોમાં કામ કરવાની વાત કરી ત્યારે તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.. તેણે અટક પણ કાઢી નાખવા કહ્યું હતુ..
લોકોએ ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો
ઇન્ડસ્ટ્રીના લોકોએ મલ્લિકાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મલ્લિકા ક્યારેય હિંમત હારતી નહોતી. તેમણે પોતાના 22 વર્ષના કરિયરમાં ડઝનબંધ ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ માત્ર બે જ હિટ રહી. તેમાંથી એક ‘મર્ડર’ (બજેટ: રૂપિયા 5 કરોડ,આવક 22.50 કરોડ રૂપિયા) અને બીજી ‘વેલકમ’ હતી.. જેમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ પણ હતા.
નેટવર્થ કેટલી છે?
મલ્લિકા શેરાવત હાલમાં લોસ એન્જલસમાં રહે છે. તાજેતરમાં તે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માં જોવા મળી હતી. અહેવાલો પ્રમાણે તેની કુલ સંપત્તિ લગભગ ૧૭૦ કરોડ રૂપિયા છે.

