મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.તારીખ 9 ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં બે વર્ષ સુધી ચાલેલી કોમી હિંસા બાદ આ રાજીનામું આપવામાં આવ્યું હતું.. તેમને અન્ય ઘણા મુદ્દાઓ માટે પણ ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો. બિરેન સિંહના રાજીનામા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે.
બંધારણ મુજબ કોઈપણ રાજ્યની વિધાનસભાની બે બેઠકો વચ્ચે 6 મહિનાથી વધુનું અંતર ન હોવું જોઈએ. પરંતુ મણિપુર વિધાનસભાના સંદર્ભમાં આ સમયમર્યાદા બુધવારે સમાપ્ત થઈ ગઈ હતી.. છતાં, કોઈપણ પક્ષ કે ગઠબંધને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો ન હતો. મણિપુર વિધાનસભાનું સત્ર સ્થગિત મણિપુર વિધાનસભાનું સત્ર 10 ફેબ્રુઆરીથી શરૂ થવાનું હતું.. પરંતુ બિરેન સિંહના રાજીનામા બાદ તેને મુલતવી રાખવામાં આવ્યું હતુ.. કોંગ્રેસ વિધાનસભા સત્રમાં બિરેન સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી હતી. રાજકીય ઉથલપાથલ બાદ મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ શાસનની અસર
જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ત્યારે રાજ્યની શાસન વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફારો થાય છે. રાજ્યનો વહીવટ હવે રાષ્ટ્રપતિના નિયંત્રણ હેઠળ છે. રાજ્યપાલને રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તેમને વહીવટની જવાબદારી સોંપવામાં આવે છે. રાજ્યપાલ કેન્દ્રની સૂચનાઓના આધારે રાજ્યનું શાસન કરે છે.
રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યના કાયદાઓ પ્રભાવિત થાય છે.
સામાન્ય રીતે રાજ્ય વિધાનસભા કાયદા બનાવે છે.. પરંતુ રાષ્ટ્રપતિ શાસન દરમિયાન આ જવાબદારી સંસદને સોંપવામાં આવે છે. જો સંસદનું સત્ર ચાલુ ન હોય તો રાષ્ટ્રપતિ વટહુકમ દ્વારા કાયદો બનાવી શકે છે. રાષ્ટ્રપતિ શાસન મહત્તમ 6 મહિના માટે લાદવામાં આવે છે.. પરંતુ તેને 3 વર્ષ સુધી લંબાવી શકાય છે.જો કે આ ત્યારે જ થશે જ્યારે સંસદમાંથી પરવાનગી મળશે..

