કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોને તેમના પાક વેચવા માટે વધુ સમય મળી શકે તે માટે મગફળી અને સોયાબીનની ખરીદીનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, કૃષિ મંત્રીએ પીએમ-આશા યોજનાનો સમયગાળો પણ લંબાવ્યો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મગફળી અને સોયાબીનની ખરીદીનો સમયગાળો વધારવાને મંજૂરી આપી. પીએમ-આશા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં સોયાબીન ખરીદીનો સમયગાળો 24 દિવસ અને તેલંગાણામાં 15 દિવસ લંબાવવામાં આવ્યો છે. કર્ણાટકમાં મગફળીની ખરીદીનો સમયગાળો 25 દિવસ અને ગુજરાતમાં 6 દિવસ લંબાવવામાં આવ્યો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, “આવનારા 4 વર્ષ સુધી તુવેર, મસુર અને અડદની 100 ટકા ખરીદી ચાલુ રહેશે. સ્થાનિક ઉત્પાદન વધશે અને આયાત પર નિર્ભરતા ઘટશે. ભારત કઠોળમાં આત્મનિર્ભર બનશે.

