ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને એલિસી પેલેસ ખાતે રાત્રિભોજન માટે આગમન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું..બંને નેતાઓએ નિખાલસ વાતચીત કરી. બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત સંબંધો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.. જેમાં મુખ્ય મુદ્દાઓ એજન્ડામાં રહેવાની અપેક્ષા છે. રાત્રિભોજન દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને પણ મળ્યા હતા..
Delighted to meet my friend, President Macron in Paris. @EmmanuelMacron pic.twitter.com/ZxyziqUHGn
— Narendra Modi (@narendramodi) February 10, 2025
વડાપ્રધાન મોદી ફ્રાન્સના બે દિવસના પ્રવાસે પેરિસ પહોંચ્યા છે.જ્યાં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે AI એક્શન સમિટના ત્રીજા સંસ્કરણનું સહ-અધ્યક્ષતા કરશે.
વડાપ્રધાને મેક્રોન સાથેની તેમની મુલાકાતના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા.. ફોટા શેર કરતા પીએમએ લખ્યું, ‘પેરિસમાં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ થયો.’
જ્યારે વડાપ્રધાન મોદી પેરિસ એરપોર્ટ પર ઉતર્યા હતા ત્યારે હળવો વરસાદ પડી રહ્યો હતો. આમ છતાં, ભારતીય સમુદાયના લોકોનો ઉત્સાહ ઓછો ના થયો. તેમણે મોદી-મોદીના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું..પેરિસના રસ્તાઓ પર પીએમની એક ઝલક જોવા માટે લોકોએ રાહ જોઇ હતી..પીએમ લોકો વચ્ચે જઇને ઉષ્માભર્યા સ્વાગત માટે ભારતીય સમુદાયના લોકોનો આભાર માન્યો હતો..
વડાપ્રધાને કૃતજ્ઞતા વ્યક્ત કરી
ભારતીય સમુદાયનો આભાર વ્યક્ત કરતા પીએમએ પોસ્ટમાં લખ્યું, પેરિસમાં એક યાદગાર સ્વાગત! આજે સાંજે ઠંડી પણ ભારતીય સમુદાયને પોતાનો પ્રેમ દર્શાવતા રોકી શકી નહીં. હું આપણા ડાયસ્પોરાનો આભારી છું અને તેમની સિદ્ધિઓ માટે તેમના પર ગર્વ અનુભવું છું!
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મજબૂત બનાવવા માટે પેરિસ સમિટનો ઉદ્દેશ્ય વૈશ્વિક શાસન મોડેલો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.. જેથી AI ને વધુ સમાવિષ્ટ બનાવી શકાય અને વિશ્વભરના વપરાશકર્તાઓ માટે સલામત અને પારદર્શક AI સુનિશ્ચિત કરી શકાય. તે AI ના સંયુક્ત સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ સમિટ એવા સમયે આવી રહી છે જ્યારે ચીની સ્ટાર્ટઅપ ડીપસીકે તેની ઓછી કિંમતની અને સચોટ AI પ્રોડક્ટ રજૂ કરી છે.. જે તેના અમેરિકન સમકક્ષ ઓપન AIના ChatGPT ને સખત સ્પર્ધા આપી રહી છે. પેરિસ પહોંચ્યા બાદ, પીએમ મોદીનું સ્વાગત ફ્રેન્ચ સશસ્ત્ર દળોના મંત્રી સેબેસ્ટિયન લેકોર્ન દ્વારા કરવામાં આવ્યું હતું.
એક રાજદ્વારી સૂત્રએ જણાવ્યું કે, ભારત AI સમિટની સહ-અધ્યક્ષતા કરે છે તે ચીનને એ પણ સંકેત આપે છે કે તે અન્ય પહેલો ઉપરાંત AI ના લોકશાહીકરણના સંદર્ભમાં રમતના નિયમોને આકાર આપવામાં એક મહત્વપૂર્ણ હિસ્સેદાર છે. રાષ્ટ્રપતિ મેક્રોન સાંજે એલિસી પેલેસ ખાતે ટેકનોલોજી કંપનીઓના સીઈઓ સાથે પ્રધાનમંત્રી મોદીનું પણ સ્વાગત કરશે.
ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમને સંબોધિત કરશે
વડાપ્રધા નરેન્દ્ર મોદી ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત દરમિયાન AI સમિટની સહ-અધ્યક્ષતા કરશે..ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે.ત્યારબાદ તેઓ ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમને પણ સંબોધિત કરશે. પોતાના સંબોધન બાદ પ્રધાનમંત્રી મોદી માર્સેલીમાં માઝેર્ગ્સ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લેશે..પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. બંને નેતાઓ માર્સેલીમાં ભારતના નવા કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન પણ કરશે.
ફ્રાન્સ બાદ વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અમેરિકા જશે
પેરિસ જતા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા પછી તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાત લેશે. તેમણે કહ્યું, ‘આ મુલાકાત ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા કાર્યકાળ દરમિયાન આ અમારી પ્રથમ મુલાકાત હશે.’ જોકે, અમારા ભૂતકાળના સહયોગે ઘણા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે. તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના નિર્માણની મને યાદો છે.

