25.3 C
Ahmedabad
Sunday, March 8, 2026

પરીક્ષા પે ચર્ચા 2025: PM મોદીએ વિદ્યાર્થીઓને ફિટનેસ મંત્ર અને પરીક્ષાની ટિપ્સ આપી, સવારનો તડકો લેવાની પણ સલાહ આપી


પરીક્ષા પે ચર્ચા 2025: PM મોદીએ વિદ્યાર્થીઓને ફિટવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ફેબ્રુઆરીએ ‘પરીક્ષા પે ચર્ચા 2025’ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમને પરીક્ષાના તણાવથી મુક્ત રહેવા માટે ઘણી મહત્વપૂર્ણ ટિપ્સ આપી હતી..આ અંગે PM મોદીએ ક્રિકેટનું ઉદાહરણ આપતા કહ્યું કે,,જેમ સ્ટેડિયમમાં અવાજ હોવા છતાં બેટ્સમેન ફક્ત બોલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને દર્શકોના અવાજોથી ડરતો નથી.. તેવી જ રીતે વિદ્યાર્થીઓએ પણ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ… અને બાહ્ય દબાણથી બચવું જોઈએ.વડાપ્રધાને એમ પણ કહ્યું કે,,જો કોઈ બેટ્સમેન દર્શકોનું ધ્યાન રાખશે તો તેને આઉટ કરી દેવામાં આવશે. તેવી જ રીતે, જો વિદ્યાર્થીઓ તેમના લક્ષ્યથી ભટકે છે, તો તેઓ પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશે નહીં.

નેતૃત્વ અંગે કેટલીક સરળ ટિપ્સ:

બિહારના એક વિદ્યાર્થીએ પ્રધાનમંત્રીને પૂછ્યું કે તેઓ વૈશ્વિક નેતા હોવાથી, તેમના નેતૃત્વમાંથી આપણે શું શીખી શકીએ છીએ. આ અંગે PM મોદીએ કહ્યું કે,નેતા બનવા માટે ધીરજ અને ટીમવર્ક ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે,, જો ટીમનો કોઈ સભ્ય પોતાનું કામ યોગ્ય રીતે ન કરે તો તેના પર ગુસ્સે થવાને બદલે તેને સમજાવવું જોઈએ.. PM મોદીએ એમ પણ કહ્યું કે ફક્ત આદેશો આપવાથી વ્યક્તિ નેતા બની શકતો નથી..પરંતુ સહયોગ અને સમજણ દ્વારા નેતૃત્વને મજબૂત બનાવી શકાય છે.

સવારનો સૂર્યપ્રકાશ લેવાની સલાહ આપી 

વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન મોદીએ કહ્યું કે,સવારના તડકામાં બેસવું સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તેમણે વિદ્યાર્થીઓને દરરોજ ઓછામાં ઓછા 15 મિનિટ સૂર્યસ્નાન કરવાની સલાહ આપી હતી..જેથી શરીરમાં વિટામિન-Dની ઉણપને પૂર્ણ કરી શકાય છે..આ ઉપરાંત PM મોદીએ ઊંડા શ્વાસ લેવા અને યોગ કરવાની મહત્વપૂર્ણ સલાહ પણ આપી હતી.

વિદ્યાર્થીઓને ફિટનેસ મંત્ર આપ્યો 

આ કાર્યક્રમ દરમિયાન PM મોદીએ વિદ્યાર્થીઓના સારા સ્વાસ્થ્ય માટે કેટલાક સૂચનો પણ આપ્યા હતાં..તેમણે વિદ્યાર્થીઓને તલના લાડુ ખવડાવ્યા અને કહ્યું કે તલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત, જ્યારે PM મોદીએ વિદ્યાર્થીઓને પૂછ્યું કે,, શિયાળામાં કેટલા લોકો ગાજર ચાવીને ખાય છે, ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કર્યા. આ અંગે વડાપ્રધાને કહ્યું કે, ખોરાક સંબંધિત ખોટી માન્યતાઓ પર ધ્યાન ન આપવું જોઈએ અને હંમેશા પૌષ્ટિક આહાર લેવો જોઈએ. તેમણે બાળકોને એમ પણ કહ્યું કે બાજરી, જુવાર અને અન્ય બરછટ અનાજ ખાવા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પરીક્ષા પે ચર્ચા’માં ઘણી સેલિબ્રિટીઓએ હાજરી આપી 

આ વર્ષના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં ઘણી મોટી હસ્તીઓએ પણ હાજરી આપી હતી…અભિનેત્રી દીપિકા પાદુકોણ, અભિનેતા વિક્રાંત મેસી, બોક્સર એમસી મેરી કોમ અને આધ્યાત્મિક ગુરુ સદગુરુએ પણ વિદ્યાર્થીઓને પરીક્ષા અને જીવન સંબંધિત મહત્વપૂર્ણ ટિપ્સ આપી. તેમણે પરીક્ષાના તણાવનો સામનો કેવી રીતે કરવો, માનસિક રીતે મજબૂત કેવી રીતે રહેવું અને સંતુલિત જીવન કેવી રીતે જીવવું તે અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતાં.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -